લર્નિંગ-બાય-ડૂઇંગ સેન્ટર

  • હોમ
  • ગુણવત્તાયુક્ત શિક્ષણ
  • લર્નિંગ-બાય-ડૂઇંગ સેન્ટર

લર્નિંગ-બાય-ડૂઇંગ સેન્ટર

સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા સરકારી શાળાઓના ધોરણ- 6 થી 8 નાં વિદ્યાર્થીઓમાં વ્યવહારિક કુશળતા વિકસાવવા માટે લર્નિંગ-બાય-ડૂઇંગ (LBD) કેન્દ્રો સ્થાપવામાં આવે છે. LBD સેન્ટર એક એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ પર હાથ અજમાવવાનો અનુભવ મળશે અને વિજ્ઞાન અને ગણિતની તેમની પાઠયપુસ્તકમાં ભણેલા વિવિધ વિષયો વિશે સમજણ પ્રાપ્ત કરશે. LBD સેન્ટર વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ વિકસાવવા માટેનું મંચ પ્રદાન કરશે. LBD સેન્ટરમાં વિજ્ઞાન અને ગણિતની કીટ મળી રહેશે. નિદર્શન સામગ્રી / મોડેલો / ચાર્ટ્સ પણ ત્યાં ઉપલબ્ધ હશે. વિદ્યાર્થીઓ દ્વારા વિચારને આકાર આપવા માટે કેટલીક સ્થાનિક ઉપલબ્ધ સામગ્રી પ્રદાન કરવામાં આવશે અને કિટ્સ આપવામાં આવશે. જે વિષય શિક્ષક દ્વારા અધ્યયન અધ્યાપન સામગ્રી (ટી.એલ.એમ.) તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ વિકસાવવા માટે LBD સેન્ટર પાસે વિજ્ઞાન અને ગણિતનું સાહિત્ય હશે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિખ્યાત વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવશે.

શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223