વ્યાવસાયિક કૌશલ્ય તાલીમ શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જે એક કારકિર્દી લક્ષી અને રોજગાર આધારિત તાલીમ છે. આ તાલીમ કે.જી.બી.વી. ની તમામ કન્યાઓને આપવામા આવે છે જે થી તેમનામાં ભાવિ રોજગાર માટે આત્મવિશ્વાસ વધે છે. કન્યાઓ આ પ્રવૃત્તિઓ કરવા માટે તેમના ખાલી સમયનો સદઉપયોગ કરે છે. આ તાલીમમાં છોકરીઓને સિરામિક વર્ક, મીણબત્તી બનાવવી, માટીના પોટ, પેઈન્ટીંગ, ફ્લાવર, હિચકો બનાવવા, સીવણ કામ, મોતીકામ, તોરણ, પેપર ડીઝાઇન જેવી વિવિધ વસ્તુઓ બનાવતા શીખવવામા આવે છે. આ વસ્તુઓ બનાવવા માટે તેઓ નકામી અને બીનજરૂરી સામગ્રીઓનો ઉપયોગ કરે છે જેમ કે છાપા, પ્લાસ્ટિક અને લાકડાની ચમચી, પાંદડા, પ્લાસ્ટિકની બોટલ, સીડી વગેરે તેમજ માટી અથવા રેતી અને અન્ય ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે. જેમ કે માટીની મુર્તી (ટેરાકોટા વર્ક) તેઓ તેમની સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિ મુજબ વસ્તુઓના ઉપયોગથી વિવીધ વસ્તુઓ તૈયાર કરે છે.