ગ્રીન સ્‍કુલ

શાળાકીય સુવિધાની પહોંચ (Access)
  • હોમ
  • શાળાકીય સુવિધાની પહોંચ (Access)
  • ગ્રીન સ્‍કુલ

ગ્રીન સ્‍કુલ

શાળાની ઇમારતો સૌથી મોંઘી સંપત્તિ છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેનો સસ્‍ટેનેબલ વિકાસ કરવામાં આવે જેથી તેમનું બાંધકામ અને સંચાલન ભવિષ્યની પેઢી માટે પણ પ સસ્‍ટેનેબલ રહે. એસએસએના ઉદ્દેશો - બધા બાળકોના પ્રવેશ, નામાંકન, સ્‍થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ, પ્રાપ્ત કરવા માટે, હાલની તમામ શાળાઓને ગ્રીન સ્કૂલમાં રૂપાંતરિત કરવી જોઈએ જેથી તે શાળામાં આવવા બાળકોને આમંત્રણ આપે, આકર્ષે અને નામાંકન સ્‍થાયી રાખે જેથી નામાંકન અને સ્‍થાયીકરણમાં સુધારો થાય.

SSA ના ઉપરોક્ત પાસાઓને સંબોધવા માટે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2013માં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમુદાયની સક્રિય ભાગીદારી દ્વારા શાળાનો માત્ર સસ્‍ટેનેબલ વિકાસ કરવા માટે જ નહીં પરંતુ પર્યાવરણીય સંતુલનના સંદર્ભમાં તેને ગ્રીન જાળવવાનો છે.

'ગ્રીન' શબ્દ એ અગાઉની ઇકો-સિસ્ટમને પુનઃસ્થાપિત કરીને ભાવિ ઇકો-સિસ્ટમને થતું નુકસાન અટકાવવામાં ફાળો આપીને ભાવિ પેઢીના જીવનને સુધારવાની વર્તમાન પેઢીની જવાબદારી રજૂ કરે છે.

આપણા પર્યાવરણના તત્વોઃ
  • હવા - માનવ અસ્તિત્વ, રસોઈ, પરિવહનને કારણે ઉત્સર્જિત વાયુઓ અને હવાની ગુણવત્તા
  • પાણી - જળ સ્ત્રોતો, RWH, જળ સંરક્ષણ અને રિસાયક્લિંગ
  • જમીન - જમીનનો મહત્તમ ઉપયોગ, જૈવ -વિવિધતાનો મહત્તમ ઉપયોગ, જમીન સંરક્ષણ
  • ઊર્જા - વીજળીનો વપરાશ, રસોડાનું બળતણ, ઇમારતમાં ગરમી / ઠંડક
  • કચરો - ઘન, પ્રવાહી કચરાનું વિભાજન, કચરાને સંશાધનમાં રૂપાંતરિત કરવા, કચરો ઘટાડવો
  • મકાન - જગ્યાનો મહત્તમ ઉપયોગ અને આરામ, પ્રકાશ, કાર્યક્ષમતા, સલામતી અને સુરક્ષા

ધ્યેય:સસ્‍ટેનેબલ ઇકો-સિસ્ટમ બનાવવા માટે પ્રચાર-પ્રસાર કરી શાળાઓને સંવેદનશીલ બનાવવી અને બાળકોને આંદોલનના મશાલ-વાહક બનાવવા

હેતુઓ:-
  • ગ્રીન સ્‍કુલનું મહત્વ અને તેનાથી થતા લાભ વિશે જાણવું
  • બાળકોમાં સર્જનાત્મકતા અને સારી સમજણ વિકસાવવી
  • બાળકોને તેમની આસપાસના વાતાવરણમાંથી વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાના ખ્યાલો શીખવવા
  • સમાજમાં નાવિનયપૂર્ણ વિચારો વિકસાવવા
ઘટકો:-
  • વરસાદી પાણીની સંગ્રહ પદ્ધતિ અને પાણીનું વ્‍યવસ્‍થાપન
  • વૃક્ષોનું વાવેતર
  • સૌર ઊર્જા અને સૌર રસોઈ
  • ઊર્જા સંરક્ષણ પદ્ધતિઓ
  • કચરાનું વ્યવસ્થાપન
  • શાળા સલામતી યોજના અને શાળાનો એકંદરે વિકાસ અને ફેરફાર
પધ્ધતિ:-
  • શાળા અને આસપાસની વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કરવા માટે પ્રમાણભૂત ધોરણો સાથે ઓડિટ ફોર્મનો વિકાસ
  • ટેક્નિકલ સ્ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રક્રિયા માટે તાલીમ આપવામાં આવે છે
  • શરૂઆતમાં, બેઝલાઇન સર્વે હાથ ધરવામાં આવે છે જેમાં શાળાઓને પ્રારંભિક સ્કોર આપવામાં આવે છે
  • જે શાળાએ સસ્‍ટેનિબિલિટીને સંબોધવા માટે કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરી છે, ત્યાં થોડા મહિનાઓ પછી, બીજો એક-મધ્યવર્તી સર્વે હાથ ધરવામાં આવે છે.
  • અત્યાર સુધી શું સિધ્ધ થયું છે તેનું મૂલ્યાંકન કરવા માટે અંતિમ સર્વે કરવામાં આવે છે. આ એક અવિરત પ્રક્રિયા છે જેમાં વિવિધ પાસા પર પરિવર્તન લાવી તેમાં વધુને વધુ સારું કામ કરવામાં આવે છે
  • આ સર્વે બાળકો, શિક્ષકો અને ટેકનિકલ સ્ટાફ દ્વારા વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વખત હાથ ધરવામાં આવે છે
મુખ્‍ય તત્વોઃ
  • આ કાર્યક્રમનો અભ્યાસક્રમ સાથે સુમેળ સાધવામાં આવે છે
  • સર્જનાત્મકતા વિકસાવવી: બાળકોમાં ગ્રીન સ્કૂલોનું મહત્વ અને તેનાથી થતા લાભ જાણવા અને સમાજ માટે આ વિચારના વાહક બનવા માટે બાળકોમાં સારી સમજણ વિકસાવવા માટે
  • સસ્‍ટેનેબલ પધ્ધતિઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે સમાજ કે ગામમાં જાગૃતિ કાર્યક્રમો યોજવા આવશ્‍યક છે, જેથી શાળામાંથી શરૂ થયેલ પ્રવૃત્તિઓનો સમગ્ર ગામ સમુદાયમાં ફેલાવો થાય
  • કાર્યક્રમ આસપાસની તે તમામ બાબતો માટે છે જે પ્રકૃતિને અસર કરે છે

અંતિમ સ્કોર: હવા

અંતિમ સ્કોર: પાણી

અંતિમ સ્કોર: જમીન

સૂચકાંક

મહત્તમ ગુણ

મેળવેલ ગુણ

સૂચકાંક

મહત્તમ ગુણ

મેળવેલ ગુણ

સૂચકાંક

મહત્તમ ગુણ

મેળવેલ ગુણ

સંતુલિત ઓક્સિજન

10

પાણીનો વપરાશ

15

હરિયાળા વિસ્‍તારની ટકાવારી

10

વાયુ પ્રદૂષણનું સ્‍તર

5

સેનિટેશન અને પાણીની સુવિધા

20

વૃક્ષ આચ્‍છાદિત વિસ્‍તાર

10

RSPM*

5

જળ સંરક્ષણ પધ્ધતિઓ

15

જમીનના ઉપયોગનું વલણ

25

MDM રસોઇ

10

વરસાદી પાણીના સંગ્રહની વ્‍યવસ્‍થા

20

જેવિક વિવિધતા

35

શાળા સુધીની મુસાફરી

30

રિસાયકલ કરેલ પાણીનો પુનઃવપરાશ

20

જમીન સંરક્ષણ અને જંતુનાશકોનો ઉપયોગ

10

વર્ગખંમાં હવાની અવરજવર

30

શાળા દ્વારા લેવામાં આવેલ પગલાં

10

શાળા દ્વારા લેવામાં આવેલ પગલાં

10

શાળા દ્વારા લેવામાં આવેલ પગલાં

10

કુલ

100

કુલ

100

કુલ

100

*Respirable Suspended Particulate Matter

અંતિમ સ્કોર: ઊર્જા

અંતિમ સ્કોર: કચરો

અંતિમ સ્કોર: બાંધકામ થયેલ જગ્‍યા

સૂચકાંક

મહત્તમ ગુણ

મેળવેલ ગુણ

સૂચકાંક

મહત્તમ ગુણ

મેળવેલ ગુણ

સૂચકાંક

મહત્તમ ગુણ

મેળવેલ ગુણ

ઊર્જાનો વપરાશ

30

ઉત્પન્ન થયેલ કચરાનો જથ્‍થો

15

મકાન બાંધકામ માટે વપરાયેલ સામગ્રી

25

ઊર્જા સ્‍ત્રોત

15

કચરાના એકત્રિકરણની પધ્ધતિ

15

મકાનની કાર્યક્ષમતા

45

બચાવેલ ઊર્જા

35

ઘન કચરાનું રિસાયક્લિંગ અને પુનઃ ઉપયોગ

40

સલામત અને સુરક્ષિત બાંધકામ થયેલ જગ્‍યા

10

ઊર્જા સંરક્ષણ પધ્ધતિઓ

10

ઘન કચરાનો નિકાલ

20

મરામત અને જાળવણી

10

શાળા દ્વારા લેવામાં આવેલ પગલાં

10

શાળા દ્વારા લેવામાં આવેલ પગલાં

10

શાળા દ્વારા લેવામાં આવેલ પગલાં

10

કુલ

100

કુલ

100

કુલ

100

કેટેગરી

મહત્તમ ગુણ

I. હવા

100

II. પાણી

100

III. જમીન

100

IV. ઊર્જા

100

V. કચરો

100

VI. મકાન

100

કુલ

600 points

પ્રોજેક્ટનો વિસ્‍તાર
  • 208 હયાત શાળાઓને ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
IGBC (ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ) સ્વેચ્છાએ તમામ ગ્રીન સ્કૂલોને ટેક્નિકલ સપોર્ટ અને રેટિંગ પણ આપી રહી છે.

મળેલ પરિણામ

  • પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બાળકો અને સમુદાય
  • વિદ્યાર્થીઓને સાચા વૈશ્વિક નાગરિક બનાવવા તરફનું અનુકૂળ વાતાવરણ
  • અધ્યયન અને અધ્યાપનની અનુકૂળ પરિસ્થિતિઓ ઉભી કરવી
  • સારી પદ્ધતિઓ તેમજ લાક્ષણિક્તાઓને ચાલુ રાખવા અને જાળવવા માટે સમુદાયની સહભાગિતા
  • શાળાની આસપાસ વિસ્‍તાર અને ગામમાં સ્વસ્થ અને સુખદ વાતાવરણ પૂરું પાડવું
  • શાળા પ્રત્યે માતા –પિતાની શ્રધ્ધા અને વિશ્વાસમાં થયેલ વધારો
  • નામાંકન અને સ્‍થાયીકરણમાં વધારો
  • વ્યવહારુ અનુભવ દ્વારા સમૃદ્ધ અભ્યાસક્રમ
  • શિક્ષકો અને બાળકોમાં વ્યક્તિગત અને સામાજિક માલિકીભાવમાં વધારો
  • પર્યાવરણમાં થયેલ સુધારો અને પ્રદૂષણમાં થયેલ ઘટાડાને કારણે વિદ્યાર્થીઓના આરોગ્‍ય સ્તરમાં સુધારો
શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223