દિવ્યાન એપ્લીકેશન

  • હોમ
  • વ્‍યવસ્‍થાપન
  • દિવ્યાન એપ્લીકેશન

દિવ્યાન એપ્લિકેશન

સંક્ષિપ્ત પરિચય:

તે જીઓ-ટેગિંગ સુવિધા સાથેની એક મોનિટરિંગ એપ્લિકેશન છે જે જિલ્લા કક્ષાઅે કાર્યરત કો.ઓર્ડિનેટરર્સ, ક્લસ્ટર અને શાળા કક્ષાએ કાર્યરત સ્પેશ્યિલ એજ્યુકેટર (SE) દ્વારા તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓને અનુરૂપ પ્રાપ્ત કરેલા પરિણામોનું મોનિટરીંગ કરે છે. આ હેતુ માટે, દરેક સ્પેશ્યિલ એજ્યુકેટરને એક ટેબ્લેટ આપવામાં આવ્યું છે, જેના દ્વારા તેમની શાળાઓ, રીસોર્સ રૂમ અને CwSN ના ઘરની મુલાકાતોને ટૂર-ડાયરી તરીકે ઓળખાતા સમયપત્રક મુજબ ટ્રેક કરવામાં આવે છે. આ એપ, સ્પેશ્યિલ એજ્યુકેટર અને CwSN ને લગતા રીઅલ-ટાઇમ ડેટા મેળવીને મોનિટર કરે છે. એકત્રિત કરવામાં આવેલા ડેટાને આધારે રાજ્ય, જિલ્લા અને ક્લસ્ટર કક્ષાએ નિર્ણય લેવામાં સહાય માટે વિવિધ રીપોર્ટ અને ડેશબોર્ડ પૂરા પાડવામાં આવેલ છે.

વિશેષતાઓ:

એપ્લિકેશનમાં નીચેની સુવિધાઓ સાથે ત્રણ મોડ્યુલ છે- 1) માહિતી 2) મોનિટરિંગ અને 3) IEP:

  • સર્વેક્ષણ ફોર્મ, નામાંકન અને CwSN ની હાજરી દ્વારા દિવ્યાંગતા મુજબ બાળકની ઓળખ
  • દિવ્યાંગતા મુજબના તબીબી અને UDID પ્રમાણપત્રની સ્થિતિ
  • સહાય ઉપકરણોની સ્થિતિ
  • CwSN ને મળવાપાત્ર લાભોની ફાળવણીની સ્થિતિ (જેમ કે કન્યાઓનું સ્ટાઇપેન્ડ, પરિવહન અને એસ્કોર્ટ ભથ્થું, વગેરે)
  • વ્યક્તિગત શિક્ષણ યોજના અને શિક્ષણ પરિણામોના સ્તરમાં CwSN દ્વારા મેળવેલ સિદ્ધિઓ પર થયેલ પ્રગતિ
  • નોલેજ રિપોઝિટરી દ્વારા સ્પેશ્યિલ એજયુકેટરની ક્ષમતા નિર્માણ
  • સંમિલિત શાળાની માળખાકીય સુવિધાઓ અંગેની વિગતો
  • રિસોર્સ રૂમ- થેરાપીસ્ટની મુલાકાત, CwSN ની હાજરી અને ઇન્વેન્ટરી ચેકલિસ્ટ
  • પરિપત્રો અને સૂચનાઓ
  • સ્પેશ્યિલ એજયુકેટરની શાળા, વર્ગખંડ, રીસોર્સ રૂમ અને ઘરની મુલાકાત અંગેનું નિરીક્ષણ ફોર્મ
વ્યાપ:

ક્લસ્ટર સ્તરે 2100 સ્પેશિયલ એજ્યુકેટર્સ દ્વારા ધોરણ ૧ થી ૮ના ૮૮,૦૦૦ CwSN અને ધોરણ ૯ થી ૧રના ૧૦,૦૦૦થી વધુ CwSNની પ્રગતિના મોનિટરીંગ માટે આ એપનો ઉપયોગ કરી રહ્યાં છે.

પરિણામો:
  • રાજ્ય સ્તરે નીતિ અને વહીવટી પગલાંઓમાં ગતિશીલતા માટે રીઅલ-ટાઇમ ડેટાની કાયમી ધોરણે ઉપલબ્ધતા
  • CwSN વિદ્યાર્થીઓની વ્યક્તિગત પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પરિણામોનું રીઅલ-ટાઇમ ડેટાના આધારે મોનિટરીંગ
શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223