જેન્ડર ડોક્યુમેન્ટ

  • હોમ
  • ડોક્યુમેન્ટ અને રીપોર્ટ
  • જેન્ડર ડોક્યુમેન્ટ

જેન્ડર એજ્યુકેશન

કન્યાઓ માટે શિક્ષણ

SSAના મુખ્ય ઉદ્દેશ્યોમાં શિક્ષણમાં લૈંગિક અસમાનતા કે જે ખાસ કરીને સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથની કન્યાઓના નામાંકન, સ્થાયીકરણ અને સિદ્ધિઓમાં પ્રતિબિંબિત થાય છે, તે ઘટાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે,. ગુજરાતે શાળાઓમાં કન્યાઓના પ્રવેશ, નામાંકન અને સ્થાયીકરણ માટે ચોક્કસ વ્યૂહરચના અપનાવી છે. જેન્ડર સેન્સિટિવ અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો વિકસાવવામાં આવ્યા છે. શાળાની તમામ નવી ઇમારતોમાં કન્યાઓ માટે અલગ શૌચાલયો બનાવવામાં આવ્યા છે. શાળામાં કન્યાઓની હાજરી વધે તે માટે પ્રારંભિક બાળ સંભાળ કેન્દ્રો (ECCE - AS કેન્દ્રો) ખોલવામાં આવ્યા છે.

સ્ટેટ રિસોર્સ ગૃપ અને ડિસ્ટ્રિક્ટ રિસોર્સ ગ્રુપને સ્થાનિક વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જેન્ડર એજ્યુકેશનની વ્યૂહરચના તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. પોસ્ટર, હેન્ડબુક અને બ્રોશર જેવી જેન્ડર જાગૃતિ અંગેની સામગ્રી વિકસાવવામાં આવી છે. શિક્ષકો, માસ્ટર ટ્રેનર્સ અને બીઆરસી અને સીઆરસી કો.ઓર્ડિનેટર્સ માટે જેન્ડર તાલીમ મોડ્યુલો વિકસાવવામાં આવ્યા છે.

કાર્યક્રમના દરેક પાસામાં નિર્ણાયક ભૂમિકા નિભાવવા માટે જનસમુદાયો, ખાસ કરીને મહિલાઓને સક્ષમ કરવાના નિર્ણાયક મહત્વને આ કાર્યક્રમ આવરી લે છે. આ દિશામાં, SMCs જેવી ગ્રામ્ય કક્ષાની સ્થાનિક સંસ્થાઓને તેમના વિસ્તારોમાં કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાની જવાબદારી ઉઠાવવા સક્ષમ બનાવવામાં આવી છે. કન્યાઓના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સમુદાય, મહિલા જૂથો, મહિલા સરપંચો અને પંચાયત સભ્યોની સઘન ક્ષમતા નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, સમુદાયો અને મહિલા સંગઠનોને પ્રચાર-પ્રસાર અને શાળા સંચાલનમાં તેમજ કન્યાઓના નામાંકન, સ્થાયીકરણ અને શૈક્ષણિક સ્તરના મોનિટરીંગમાં સામેલ કરવામાં આવ્યાં છે.

પ્રાથમિક શિક્ષણમાં લૈંગિક અસમાનતા દૂર કરવી

એવું જણાય છે કે ગુજરાતમાં મહિલાઓનું વાસ્તવિક સશક્તિકરણ શિક્ષણ દ્વારા જ શક્ય છે. માતાઓએ પહેલા શિક્ષિત થવું પડશે અને તેમની પુત્રીઓને શિક્ષિત કરવાના મહત્વ વિશે જાગૃત થવું પડશે. શિક્ષણ ક્ષેત્રે હાલની લૈંગિક અને સામાજિક અસમાનતાઓને દૂર કરવા માટે, GCEE દ્વારા DPEP અને SSA હેઠળ કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમોને અમલમાં મૂકયા હતા. લોકોને અને ખાસ કરીને મહિલાઓને તેમના બાળકોને શાળામાં મોકલવા માટે સતત પ્રોત્સાહન માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ પ્રાથમિક શિક્ષણ માટેની માંગ ઉભી કરવાનો ઉલ્લેખ કરે છે. ગ્રામીણ સમુદાયો, ખાસ કરીને મહિલાઓનો શાળા પ્રત્યેનો અભિગમ બદલવાની આ વ્યૂહરચના છે, જેના પરિણામે સમુદાય-શાળા વચ્ચેનું જોડાણ મજબૂત બનશે.

પેડાગોજીકલ નવીનીકરણ પ્રક્રિયા

SSA હેઠળ, ગુજરાત પેડાગોજીકલ સુધારામાં અત્યંત સફળ રહ્યું છે. શિક્ષકો, યુનિવર્સિટીઓ, કોલેજો અને સ્વૈચ્છિક સ્ંસ્થાઓના વ્યવસાયિકો સાથે વ્યાપક પરામર્શ સાથે પેડાગોજીકલ નવીનીકરણ પ્રક્રિયામાં વિકેન્દ્રીકરણની શરૂઆત થઇ ચૂકી છે. જિલ્લા કક્ષાએ પણ આવી પરામર્શ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, જ્યાં DIET મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમને જિલ્લા કક્ષાએ તાલીમ જરૂરિયાતોને ઓળખવા અને તે મુજબ તાલીમ કાર્યક્રમોના આયોજન અને અમલ કરવાની સત્તા આપવામાં આવી છે. બ્લોક અને ક્લસ્ટર સ્તરે રીસોર્સ સેન્ટરની રચના થવાથી ગુજરાતમાં અગાઉની વહીવટી પ્રકારની નિરીક્ષણ વ્યવસ્થામાં બદલાવ આવ્યો છે. હવે બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરો દ્વારા શિક્ષકોની તાલીમ અને સહાયક મુલાકાતોને અનુસરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે જેમાં શિક્ષકો શૈક્ષણિક પરામર્શ મેળવે છે અને બદલાતી અધ્યયન-અધ્યાપન પરિસ્થિતિઓને અનૂરૂપ પ્રયાસો કરવામાં મદદરૂપ થાય છે.

ઉપરોક્ત સંદર્ભમાં, નવા પાઠ્યપુસ્તકોના વિકાસ, અભ્યાસક્રમની સમીક્ષા, નવીન પેડાગોજી તરફ શિક્ષકોનો અભિગમ, જે વ્યાપક રીતે બાળ-કેન્દ્રિત, પ્રવૃત્તિ આધારિત અને આનંદદાયક અધ્યયન-અધ્યાપન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, તેના સંદર્ભમાં નક્કર પગલાં લેવામાં આવ્યા છે. પેડાગોજી માટે સ્ટેટ રીસોર્સ ગૃપ (SRG) પેડાગોજીના નવીનીકરણની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. બ્લોક અને ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. TLM અને શાળા ગ્રાન્ટ, SSA હેઠળ રાજ્યની તમામ શાળાઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223