સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ પ્રાથમિક શાળાઓ માટે ટેકનોલોજીથી સજ્જ વર્ગખંડોનો વિકાસ કરવામાં આવ્યો છે, જે કોમ્પ્યુટર, સ્માર્ટ વ્હાઈટ બોર્ડ, પ્રોજેક્ટર, વિડીયો કોન્ફરન્સિંગ માટેનું સોફ્ટવેર, ઇન્ટરેક્ટિવ ઓડિયો-વિડીયો સિસ્ટમ વગેરે જેવી શૈક્ષણિક ટેકનોલોજીના સંકલિત ઉપયોગ દ્વારા અધ્યયાન-અધ્યાપનની તકો પૂરી પાડે છે.
માધ્યમિક શાળાઓ માટે, સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા ગુજરાત વર્ચ્યુઅલ શાળા (GVS) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. GVS પ્રોગ્રામ હેઠળ, વિષયવાર સેશન કેન્દ્રિય રીતે રા્જય કક્ષાએ યોજીને વિવિધ તેનું ઓનલાઇન પ્લેટફોર્મ / માધ્યમો પર સ્ટ્રીમિંગ કરવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓને વધુ સારી શીખવાની તકો મળે છે. GVS અંતર્ગત લાઈવ વર્ચ્યુઅલ વર્ગોનું સ્ટ્રીમિંગ કરવા માટે શાળા કક્ષાએ સ્માર્ટ ક્લાસરૂમનો વિકાસ કરવામાં આવશે.