ધોરણ 3 થી 9 ની ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં દર શનિવારે સામયિક એકમ કસોટીઓ (PAT) લેવામાં આવે છે. વર્ગખંડમાં શિક્ષણ અધ્યયન પ્રક્રિયામાં ગુણવત્તા લાવવામાં PAT ઘણી સહાય કરે છે. વાર્ષિક PAT કેલેન્ડર શાળાઓ સાથે શેર કરવામાં આવ્યું હતું જે શિક્ષકોને સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ સામાયિક કસોટીઓ નિયમિતપણે વિદ્યાર્થીઓના કાર્યને ટ્રેક કરવામાં મદદ કરે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને ભણવામાં આવતી ક્ષતિઓ શોધી કાઢે છે અને જરૂરી મદદ પૂરી પાડે છે અને તે જ પ્રમાણે તેમની પાઠ યોજનાને વ્યવસ્થિત કરે છે. આ મૂલ્યાંકન માટે તમામ વિદ્યાર્થીઓને એક અલગ PAT પુસ્તિકા આપવામાં આવે છે.
શરૂઆતમાં PAT ફક્ત ધોરણ 3 થી 8 માટે રજૂ કરવામાં આવી હતી ત્યાર બાદ સકારાત્મક પ્રતિસાદના આધારે માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ સાથે પણ આ અમલ કરવામાં આવ્યો.
ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT) આ મુલ્યાંકન માટે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત કસોટીઓ તૈયાર કરે છે.
દર શનિવારે સવારે શાળાઓમાં PAT યોજવામાં આવે છે અને શિક્ષકો એક અઠવાડિયાની અંદર બુકલેટનું મૂલ્યાંકન કરે છે અને તેના પર સહી માટે માતા-પિતાને મોકલે છે. જેનાથી માતાપિતાને તેમના બાળકોનાં શિક્ષણના સ્તર અને પ્રગતિની જાણ થાય છે. માતાપિતાની સહી મેળવ્યા પછી, બાળકો બુકલેટને શાળામાં પાછા લાવે છે જેથી તેઓ તેમની આગામી કસોટી એ જ બુકલેટમાં લખી શકે.
PAT શિક્ષણ પ્રણાલીની તમામ હોદ્દેદારો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. તે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી સુધારવામાં મદદ કરે છે. શિક્ષકો સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરી રહ્યા છે અને માતા-પિતા પણ તેમના બાળકોનું નિયમિત નિરીક્ષણ કરી રહ્યા છે. નિયમિત કસોટીઓ વિદ્યાર્થીઓને પરીક્ષાના સતત ડરનો સામનો કરવામાં મદદ કરે છે.
વ્યાપ:ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં 40 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રાથમિક અને માધ્યમિક સ્તરે અભ્યાસ કરે છે.