ભારત સરકારે શાળાકીય શિક્ષણ ક્ષેત્ર માટે પૂર્વ-પ્રાથમિક થી ધોરણ-૧ર સુધી એક વિસ્તૃત કાર્યક્રમ, સમગ્ર શિક્ષાની શરૂઆત કરી છે અને શાળાકીય શિક્ષણની સમાન તકો અને સમાન અધ્યયન નિષ્પત્તિઓને આધારે શાળાની અસરકારકતામાં સુધારો કરવાનું વ્યાપક લક્ષ્ય ધરાવે છે. તે પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિકથી ઉચ્ચ માધ્યમિક સ્તર સુધી અતૂટ સાંકળ તરીકે 'શાળા' ની કલ્પના કરે છે.
તે પ્રાથમિક શિક્ષણ માટેની સર્વ શિક્ષા અભિયાન (SSA), માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેની રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) અને શિક્ષકોમાં ક્ષમતા નિર્માણ માટે ટીચર એજયુકેશન (TE) એમ ત્રણ યોજનાઓને સમાવિષ્ટ કરે છે;. શિક્ષણ માટેના Sustainable Development Goal (SDG) મુજબ પૂર્વ-પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી સંમિલિત અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું એ આ યોજનાનો દ્રષ્ટિકોણ છે.
ગુજરાતમાં, સમ્ગ્ર શિક્ષા પ્રોજેક્ટ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) દ્વારા અમલમાં છે. તે શિક્ષણ માટે Sustainable Development Goal (SDG) પૂર્વ-પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી સંમિલિત અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સમગ્ર શિક્ષા અંતર્ગત કાર્યરત શાખાઓ