રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા-પ્રશિક્ષણ: વર્ષ ૨૦૧૭-૧૮ થી રાજ્યની તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ ની ૧૦ લાખ જેટલી કન્યાઓને કરાટે, જુડો, બેઝિક ડિફેન્સ માટે પંચીગ, બ્લોકીંગ અને રેસલીંગ જેવી પાયાની આત્મરક્ષા પ્રશિક્ષણ આપવામાં આવે છે. શૈક્ષણિક સત્ર દરમિયાન કોઇપણ ત્રણ માસમાં તાલીમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ તાલીમના આયોજન માટે એક કમિટીની રચના કરી DLSS અથવા સુરક્ષા સેતુ સોસાયટીના સંકલનમાં અથવા આત્મરક્ષા પ્રશિક્ષણ આપવા માટે રૂચિ ધરાવતી સંસ્થા ધ્વારા તાલીમ આપવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોવિડ-૧૯ મહામારીને કારણે ઓનલાઇન સ્વ-રક્ષણ તાલીમ આપવામાં આવેલ છે. જેમાં બાયસેગ સ્ટુડીયોની મદદથી વિવિધ આત્મરક્ષા પધ્ધતિના ૨૪ ભાગ તૈયાર કરી ભારત સરકારના DIKSHA પોર્ટલ પર અપલોડ કરવામાં આવેલ છે. જેની લીંક શાળા કક્ષાએ મોકલી દીકરીઓ સુધી પહોચાડવામાં આવેલ છે. આત્મરક્ષણ તાલીમ દરમિયાન પ્રશિક્ષિત છોકરીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી અને બ્લોક કક્ષા, રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચંદ્રકો જીતી હતી.
ના. |
જીલ્લો |
શાળાની સંખ્યા |
લાભાન્વિત કન્યાઓ |
---|---|---|---|
1 |
37 |
22000 ઉચ્ચ પ્રાથમિક શાળા |
10 લાખ |
2 |
37 |
967 માધ્યમિક શાળા |
0.89 લાખ |