ચેતના ગુજરાત રાજ્યનો આ પ્રકારનો પ્રથમ નવીનતમ કાર્યક્રમ છે. તે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને ભણાવવા અને સમાવેશન માટે ક્રોસ ટ્રેનિંગ અને ક્ષમતા નિર્માણ માટે એક નાવિન્યપૂર્ણ અને નવીનતમ શિક્ષક તાલીમ કાર્યક્રમ છે. તેમાં ટૂંકા વિડીયો આધારિત સેશન, સમૃદ્ધ અભ્યાસક્રમ સામગ્રી, કેસ સ્ટડીઝ અને મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. વિશિષ્ટ જરૂરિયાત મુજબના શિક્ષણના ક્ષેત્રમાં વિશાળ અનુભવ ધરાવતા વિશ્વકક્ષાના વિષય નિષ્ણાતો દ્વારા કન્ટેન્ટ પુરૂ; પાડવામાં આવે છે. આ એવો પ્રથમ કાર્યક્રમ છે જે સ્થાનિક ભાષામાં 21 પ્રકારની દિવ્યાંગતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના યુનિકોડને કારણે સામગ્રીનો કોઈપણ ભારતીય ભાષામાં અનુવાદ કરી શકાય છે. તેની પેડાગોજીમાં ઉચ્ચતમ સ્તરના શૈક્ષણિક પરિણામ માટે લાગુ કરાયેલ નવીનતમ શિક્ષણ સંકેતો અને દૂરસ્થ શિક્ષણ સિદ્ધાંતો છે.
પ્રોગ્રામની સામગ્રી નીચે મુજબ 3 મોડ્યુલમાં વહેંચવામાં આવી છે:શાળા અને વર્ગખંડમાં CwSN ના સમાવેશન પર IE-CwSN ફિલ્ડ સ્ટાફ અને શિક્ષકોમાં ક્ષમતા નિર્માણ અને જાગૃતિ તેમજ સર્જનાત્મક અને સંમિલિત વાતાવરણ ઉભું કરવા માટે કે જ્યાં CwSN, મૂળભૂત શૈક્ષણિક બાબતો અને પર્યાપ્ત જીવન કૌશલ્ય સાથે અનેક અસંખ્ય ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા મેળવી શકે.
યોજનાનો વિસ્તાર:પ્રથમ તબક્કામાં, પ્રારંભિક વર્ગો (ધો.1-8) ના 1071 વિશેષ શિક્ષકો (SEs) અને બીજા તબક્કામાં, માધ્યમિક શાળાઓના 1030 વિશેષ શિક્ષકો (SEs) ને તાલીમ આપવામાં આવી. હાલમાં, આશરે 2 લાખ શિક્ષકોની તાલીમ કાર્યરત છે. આગળ અભ્યાસુઓના મોટા સમૂહને લાભ મળે તે માટે આ પ્રોગ્રામનું કન્ટેન્ટ Diksha પોર્ટલ પર અપલોડ કરવાનું આયોજન છે.
મળેલ પરિણામઃ