વિશિષ્‍ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સંમિલિત શિક્ષણ (IE-CwSN)

  • હોમ
  • શાખાઓ અને મુખ્ય કાર્યો
  • વિશિષ્‍ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સંમિલિત શિક્ષણ (IE-CwSN)

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સંમિલિત શિક્ષણ (IE-CWSN)

સંમિલિત શિક્ષણ એ શિક્ષણમાં સહભાગીતા વધારીને અને શિક્ષણથી વંચિત જૂથમાં ઘટાડો કરીને તમામ વિદ્યાર્થીઓની વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતોને સંતોષવાની પ્રક્રિયા છે. તેમાં કન્‍ટેન્‍ટ, અભિગમ, માળખા અને વ્યૂહરચનામાં ફેરફારોનો સમાવેશ થાય છે, જેમાં એક સામાન્ય દ્રષ્ટિકોણ એ છે કે તે યોગ્ય વયજૂથના તમામ બાળકોને આવરી લઇને તે સુનિશ્ચિત કરે છે કે તમામ બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી નિયમિત વ્યવસ્થાતંત્રની છે. સંમિલિત શિક્ષણનો ઉદ્દેશ વંચિત જૂથો, કન્‍યાઓ અને મહિલાઓ, અપંગ બાળકો અને શાળા બહારના બાળકો માટે સહભાગિતા અને શિક્ષણમાં આવતા અવરોધો દૂર કરવા પર વિશેષ ભાર સાથે શિક્ષણને તમામના અધિકાર તરીકે ટેકો આપવાનો છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NPE), 2020ના "સમાન અને સંમિલિત શિક્ષણ: તમામ માટે શિક્ષણ" સેક્શનમાં અસમાનતાઓને દૂર કરવાની અને અત્યાર સુધી નકારવામાં આવેલ લોકોની વિશિષ્‍ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક તકને સમાન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ખાસ કરીને દિવ્‍યાંગ બાળકોના કિસ્સામાં આ બાબત સિધ્ધ કરવા માટે, વિશિષ્‍ટ જરૂરિયાતો ધરાવતા બાળકો (CwSN) ના લાભ માટે નીચે જણાવ્યા મુજબના ઘણા કાયદા અને યોજનાઓ ઘડવામાં આવી છે. શાળાના સ્ટાફ, CwSN ના માતા -પિતા વગેરે જેવા તમામ સ્‍તરે CwSN માટે લાભ મેળવવા માટેની આ જોગવાઈઓની જાણકારી હોવી જોઈએ.

મહત્વપૂર્ણ નીતિઓ, કાયદા અને યોજનાઓ:

વર્ષ 2018માં, MHRD (હવેથી તેને શિક્ષણ મંત્રાલય (MoE) કહેવામાં આવે છે), GoI એ IED-SSA અને IEDSS-RMSA ની અગાઉની યોજનાઓને સમાપ્ત કરીને સમગ્ર શિક્ષા હેઠળ શાળાકીય શિક્ષણ માટેની એક સંકલિત યોજના શરૂ કરી છે. તેનો હેતુ પૂર્વ-પ્રાથમિકથી ધોરણ-૧ર સુધી સમગ્ર શાળાકીય શિક્ષણ માટે વિશિષ્‍ટ જરૂરિયાતો ધરાવતા બાળકો સહિત તમામ બાળકોના શિક્ષણને જોવાનો છે. આ યોજના RPwD એક્ટ, 2016 મુજબ સરકારી, અનુદાનિત અને સ્‍થાનિક સ્‍વરાજની શાળાઓમાં અભ્યાસ કરતા એક કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા તમામ CwSN ને આવરી લે છે. ડિપાર્ટમેન્ટ ઓફ એસેસમેન્ટ એન્ડ સર્જરી, શૈક્ષણિક મદદ માટે GCERT, સાધન-સહાય માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વગેરે અને આરોગ્ય જેવા વિવિધ સંલગ્ન વિભાગો સાથે જોડાણ કરીને CwSN ને લાભ આપવામાં આવે છે.

સંમિલિત શિક્ષણ માટેની યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • શાળા કક્ષાએ દિવ્‍યાંગ બાળકોને ઓળખીને તેમની શૈક્ષણિક જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવું.
  • CwSN ને જરૂરિયાત મુજબ સાધન-સહાય અને સહાયક ઉપકરણો પૂરા પાડવા.
  • CwSN માટે શાળાઓમાં અવરોધ મુક્ત પ્રવેશ અને સુવિધા સુનિશ્ચિત કરવો.
  • CwSN ને તેમની જરૂરિયાત મુજબ યોગ્ય અધ્યયન-અધ્યાપન સાહિત્‍ય, માર્ગદર્શન, કાઉન્‍સેલિંગ અને થેરાપી માટેની સેવાઓ પૂરી પાડવી.
  • સામાન્ય શાળાના શિક્ષકોને સામાન્ય વર્ગખંડમાં CwSN ને અભ્યાસ માટેની સુવિધા, તેમની સહભાગિતા અને શૈક્ષણિક સ્‍તર સુનિશ્ચિત કરવા માટે તાલીમ આપી તે બાબતે સંવેદનશીલ બનાવવા.
  • વિશેષ શિક્ષકો (SEs) મારફતે CwSN ને વધારે સહાય કરવી.

ઉપરોક્ત યોજના અને તેના ઉદ્દેશોને અનુલક્ષીને, સમગ્ર શિક્ષા હેઠળ વિશિક્ષ્‍ટ જરૂરિયાતો ધરાવતા બાળકો માટે સંમિલિત શિક્ષણ (IE-CwSN) શાખા, ગુજરાત તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને તબક્કાવાર રીતે અવરોધમુક્ત વાતાવરણ બનાવીને અને નીચેની વ્યાપક પ્રવૃત્તિઓનું આયોજન કરીને સંપૂર્ણ વિકસિત સંમિલિત શાળાઓમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય ધરાવે છે.

IE-CwSN માટે સમગ્ર શિક્ષાની રાજ્ય ટીમ:

વિકલાંગતાના વિવિધ પ્રકારો: RPwD એક્ટ, 2016 હેઠળ ઓળખ કરાયેલ વિકલાંગતાઓની યાદી

શારીરિક વિકલાંગતા
  • લોકોમોટર વિકલાંગતા

    • i) રક્તપિત્તથી સાજા થયેલ વ્યક્તિ
    • ii) સેરેબ્રલ પાલ્સી
    • iii) ડ્વાર્ફિઝમ
    • iv) મસ્ક્યુલર ડિસ્ટ્રોફી
    • v) એસિડ હુમલાના પીડિતો
  • દ્રષ્‍ટિની ખામી:

    • i) ઓછી દ્રષ્ટિ
    • ii) તદ્દન અંધ
  • સાંભળવાની ક્ષતિ:

    • i) બહેરાશ અને સાંભળવામાં મુશ્કેલી
  • ii) બોલવામાં અને ભાષાકીય વિકલાંગતા

બૌદ્ધિક વિકલાંગતા
  • અધ્યયન અંગેની વિશિષ્ટ અક્ષમતાઓ
  • ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર
માનસિક વર્તન
  • માનસિક બીમારી
નીચેના કારણોથી ઉદભવેલ વિકલાંગતા
  • ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ

    • i) મલ્ટીપલ સ્ક્લેરોસિસ
    • ii) પાર્કિન્સન રોગ
  • રક્ત વિકૃતિઓ

    • i) હિમોફીલિયા
    • ii) થેલેસેમિયા
    • iii) સિકલ સેલ રોગ
બહુવિધ વિકલાંગતા

ઉપરોક્ત સૂચિબદ્ધ વિકલાંગતાઓ અંગે વધુ વિગતો માટે કૃપા કરીને RPwD એકટ, 2016 અંતર્ગત Documents & Reports -> Reports-> Inclusive Education for CwSN નો અભ્યાસ કરો.

સંબંધિત વેબસાઇટ માટેની લિંક:

શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223