વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો
એસએસએ હેઠળ, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના પ્રયાસો કરવામાં આવે છે. આવા બાળકોનો વાલી સંપર્ક અત્યંત જરૂરી છે. વાલી પરિષદોની રચના કરવામાં આવી છે અને વિવિધ પ્રકારની દિવ્યાંગતા અંગે જાગૃતિ લાવવા માટે નિયમિત બેઠકો યોજવામાં આવે છે. વાલીઓને સકારાત્મક વલણ રાખવા અને દિવ્યાંગ બાળકોની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવા વિનંતી કરવામાં આવે છે. આ પરિષદોએ કૌટુંબિક, સામાજિક, શિક્ષણ, પુનર્વસન મુદ્દાઓ અને દિવ્યાંગતાને લગતા વિવિધ મનોવૈજ્ઞાનિક અવરોધો પર ચર્ચા કરવા માટે મંચ પૂરું પાડ્યું છે.
એસએસએ જિલ્લાઓમાં દિવ્યાંગ બાળકોના વાલીઓને નોમિનેટ કરવામાં આવ્યા છે અને તમામ સભ્યોએ સઘન તાલીમ લીધી છે. આ ઉપરાંત, દરેક ગામમાં દિવ્યાંગ બાળકોના વાલીઓનો સમાવેશ કરીને વાલી પરિષદ (પેરેન્ટ્સ કાઉન્સિલ)ની રચના કરવામાં આવી છે. વાલી પરિષદના સભ્યોને વિવિધ દિવ્યાંગ બાળકો સાથે સંબંધિત ચોક્કસ મુદ્દાઓ પર વ્યવહાર-વર્તણૂંક અંગેની તાલીમ આપવામાં આવે છે.
જાગૃતિ ફેલાવવી
માતાપિતા અને શિક્ષકોમાં પ્રચાર-પ્રસાર કરવા માટે, લોકોમોટર ડિસેબિલિટી, વિઝ્યુઅલ ઇમેરમેંટ (VI), માનસિક મંદતા (MR) અને શ્રવણ ક્ષતિ (HI) માટે પોસ્ટર (જાગૃતિ સામગ્રી) તૈયાર કરવામાં આવે છે અને શાળાઓમાં તેનું વિતરણ કરવામાં આવે છે. આ પોસ્ટરો માતાપિતા, કુટુંબના સભ્યો વગેરે દ્વારા દિવ્યાંગ બાળકો પ્રત્યે સકારાત્મક વલણ વિકસાવવા પર સંદેશ આપે છે.
IEDC માટે તાલીમ વ્યૂહરચના
તબક્કાવાર, જિલ્લા, બ્લોક, ક્લસ્ટર અને ગ્રામ્ય સ્તરે પ્રોજેક્ટ સ્ટાફને તાલીમ આપવામાં આવે છે. દિવ્યાંગ બાળક સાથે કામ કરતા વર્ગ શિક્ષકોને લાયક અને અનુભવી રીસોર્સ ટીચર દ્વારા BRC સ્તરે સંબંધિત દિવ્યાંગતાની ચોક્કસ તાલીમ આપવામાં આવે છે. દિવ્યાંગ બાળકોના વર્ગ શિક્ષકોને વર્ગખંડ વ્યવસ્થાપન, શિક્ષકોના વલણ સંબંધિત પાસાઓ, વર્ગ અને શાળાના સહાધ્યાયીઓ, અભ્યાસક્રમ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, પૂરક સાહિત્ય, બાળકોની સંબંધિત દિવ્યાંગતાની સમસ્યાઓને ઉકેલવા માટે ચોક્કસ સહાયક સાધનો અને ઉપકરણોનો ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવે છે.
દિવ્યાંગ બાળક ધરાવતી શાળાના અન્ય તમામ શિક્ષકોને વર્ગખંડ વ્યવસ્થાપન, શિક્ષકોના વલણ પાસાઓ, વર્ગ અને શાળાના સહાધ્યાયીઓ અને સહઅભ્યાસિક અને અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિઓ અંગે તાલીમ આપવામાં આવે છે.
તાલીમ મોડ્યુલ
માસ્ટર ટ્રેનર્સનું તાલીમ મોડ્યુલ વિકસાવીને BRC અને CRC કક્ષાએ વહેંચવામાં આવે છે. શિક્ષકોનું તાલીમ મોડ્યુલ તૈયાર કરીને તમામ શાળાઓમાં વિતરણ કરવામાં આવે છે. મોડ્યુલ શિક્ષકોને વર્ગખંડ વ્યવહારમાં અને દિવ્યાંગ બાળકો પ્રત્યેના તેમના વલણમાં ફેરફાર કરવા માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત, મોડ્યુલની સામગ્રી શિક્ષકોને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, વિવિધ દિવ્યાંગ બાળકોની જરૂરિયાતોને અનુરૂપ સામગ્રી આધારિત શિક્ષણ પદ્ધતિઓ, TLM માં સાહિત્યનો ઉપયોગ (ધોરણ અને વિષય મુજબ) અને વિશેષ સહાયનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે.
અધિનિયમ