સમગ્ર શિક્ષા (SS), ગુજરાત અંતર્ગત મોડેલ શાળાઓ વિકસાવવા માટે
પરિચયBaLA (Building as Learning Aid) એ શાળાની માળખાકીય સુવિધાઓમાં બાળ-મૈત્રીપૂર્ણ, અધ્યયન અને મનોરંજન આધારિત ભૌતિક વાતાવરણના વિકાસ દ્વારા શિક્ષણમાં ગુણવત્તાલક્ષી સુધારા કરવા માટેનો એક નવીનતમ ખ્યાલ છે.
આ ખ્યાલ મૂળભૂત રીતે વિન્યાસ સેન્ટર ફોર આર્કિટેક્ચરલ રિસર્ચ એન્ડ ડિઝાઇન દ્વારા યુનિસેફના સહયોગથી વિકસાવવામાં આવ્યો હતો. જેનો એસએસએ, ગુજરાત દ્વારા વર્ષ 2006 થી સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં 2558 થી વધુ મોડેલ સ્કૂલોમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. એસએસએ, ગુજરાતે તેના સિવિલ એન્જિનિયરોની મોટી ટીમને જિલ્લા અને તાલુકા સ્તરે તાલીમ આપી છે, શાળાઓના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને મોડેલ શાળાઓમાં BaLA સંકલ્પનાના આયોજન, અમલ અને અસરકારક રીતે ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવી છે. જ્યારે સરકાર પાસે મર્યાદિત સંશાધનો છે, ત્યારે BaLA સંકલ્પનાની મદદથી શાળાઓને મોડેલ સ્કૂલમાં રૂપાંતરિત કરવાની માંગ દિવસેને દિવસે વધી રહી છે.
BaLA શું છે?BaLA એ શાળાની માળખાકીય સુવિધાઓ માટેની સર્વગ્રાહી યોજના અને ઉપયોગ કરવાની એક રીત છે. તેમાં પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, બાળ-મૈત્રીપૂર્ણ વાતાવરણ અને વિશિષ્ટ જરૂરિયાતો ધરાવતા બાળકો માટે સંમિલિત શિક્ષણ (CWSN) આધારિત યુક્તિઓનો સમાવેશ થાય છે. મુખ્ય રીતે, તે ધારણા છે કે શાળાનું આર્કિટેક્ચર અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાઓ માટેનું એક સાધન બની રહે.
આ કાર્યક્રમના બે સ્તર છે:
BaLA શાળાના ઉપલબ્ધ માળખાને બાળકને અનુકૂળ રીતે ઉચ્ચ શૈક્ષણિક મૂલ્ય મેળવવા માટે ઉપલબ્ધ જગ્યા અને બાંધકામના ઘટકોને વધુ માહિતી સંપન્ન બનાવવા માટે નવીનતમ યુક્તિઓથી વિકસાવવામાં આવે છે.
પરંતુ, BaLA જ કેમ?કેમ કે, તે -
BaLA પ્રોજેક્ટ, વિન્યાસ દ્વારા વિકસિત 'ડિઝાઇન યુક્તિઓ' ની વિશાળ ઇન્વેન્ટરીના પ્રબળ આંતરશાખાકીય અભિગમ દ્વારા અમલી બનાવી શકાય છે. જે નીચે મુજબ સૂચિબદ્ધ છે. તેનું દેશભરમાં અનેક શહેરી અને ગ્રામીણ સ્થળો પર અમલીકરણ થઇ શકે છે. જે પૈકી કેટલાક ગુજરાતના સચિત્ર ઉદાહરણો અનુસરે છે.