નિદાન કસોટી

  • હોમ
  • ગુણવત્તાયુક્ત શિક્ષણ
  • નિદાન કસોટી

પુસ્તક વાચન સ્પર્ધા

સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા ગુજરાતની તમામ સરકારી અને ગ્રાન્ટની સહાય મેળવતી શાળાઓમાં 01/02/2020 થી 07/02/2020 સુધીમાં 'પુસ્તક વાચક સપ્તાહ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર શિક્ષા, ગુજરાતની રાજ્ય કચેરી દ્વારા શાળા કક્ષા, ક્લસ્ટર કક્ષા, બ્લોક કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પુસ્તક વાચક સ્પાર્ધાનું આયોજન કરવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા મોકલવામાં આવી હતી.

દરેક શાળામાં વર્ગ મુજબની સ્પર્ધા યોજવામાં આવી હતી. વર્ષ 2020 ફેબ્રુઆરીના પહેલા શનિવારે શાળા કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેનો નિર્ણય શાળાના આચાર્ય, એક શિક્ષક, એસએમસી સભ્ય અને ગામના એક નિવૃત્ત શિક્ષકે આપ્યો હતો. ક્લસ્ટર કક્ષાની સ્પર્ધામાં શાળા કક્ષાના વિજેતાઓએ ભાગ લીધો હતો જે ફેબ્રુઆરી 2020 ના બીજા શનિવારે નક્કી કરવામાં આવી હતી. તેમજ ત્રીજા શનિવારે બ્લોક કક્ષાએ અને ફેબ્રુઆરી 2020 ના ચોથા શનિવારે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધાને નિર્ણાયક તરીકે દરેક સ્તરે સમિતિની રચના કરવામાં આવે હતી.

વિજેતા વિદ્યાર્થીઓને અપાયેલું ઇનામ આ સ્પર્ધાની વિશિષ્ટતા હતું. સ્પર્ધાના દરેક સ્તરે વિજેતાઓને એક વાઉચર આપવામાં આવ્યું હતું જેનો તેઓ પોતાની પસંદગીના પુસ્તક ખરીદવા માટે ઉપયોગ કરી શકે છે. જિલ્લા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ દરેક જિલ્લામાં પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો અને વાલીઓ સાથે જુદા જુદા કક્ષાના વિજેતા વિદ્યાર્થીઓએ પુસ્તક મેળામાં મુલાકાત લીધી હતી અને મેળામાં દર્શાવવામાં આવેલા પુસ્તકોમાંથી પોતાની પસંદગીના પુસ્તકો ખરીદ્યા હતા.

શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223