MIS અને ડિજીટલ ઇનીશીએટીવ

  • હોમ
  • શાખાઓ અને મુખ્ય કાર્યો
  • MIS અને ડિજીટલ ઇનીશીએટીવ

MIS અને ડિજીટલ ઇનીશીએટીવ

ગુણવત્તા એ એક મુખ્‍ય મુદ્દો છે અને જે સમગ્ર શિક્ષા (SS)ના ઉદ્દેશ્યો પૈકી એક છે, જેનું મોનિટરિંગ ખૂબ મહત્વનું છે. તે પણ જરૂરી છે કે તમામ શાળાઓની મુલાકાત લેવામાં આવે, અને ગુણવત્તા સૂચકાંકો પર સમયાંતરે માહિતી એકત્રિત કરવામાં આવે, અપડેટ કરવામાં આવે, ચકાસવામાં આવે અને વિશ્લેષણ કરવામાં આવે કે જેથી સમગ્ર શિક્ષાના ઉદ્દેશ્યો સિધ્ધ કરી શકાય. કાર્યક્રમના ઉદ્દેશ્યોની જરૂરિયાતને પહોંચી વળવા માટે, જરૂરિયાતના ક્ષેત્રને ઓળખીને યોગ્‍ય આયોજન કરવાના સંદર્ભમાં શાળાકીય શિક્ષણના એકંદરિત ચિત્રની સમીક્ષા કરવા માટે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (MIS) પર ભાર મૂકવામાં આવ્યો છે.

પ્રોજેક્ટ હેઠળ અમલી વિવિધ કાર્યક્રમોની પ્રગતિ તેમજ કાર્યક્રમોના આયોજન અને અમલીકરણને ટ્રેક કરવા માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ઇન્ફર્મેશન સિસ્ટમ મારફતે સમગ્ર શિક્ષા-ગુજરાત અંતર્ગત સઘન મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ (SPO) ખાતે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ સેલ, તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસ અને તમામ તાલુકામાં બ્લોક કક્ષાએ પર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવબળ સાથે સંપૂર્ણ રીતે કાર્યરત છે.

પ્રવર્તમાન સંદર્ભમાં, મુખ્ય MIS પ્રવૃત્તિઓ નીચે મુજબ છે:

  • UDISE+ (યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ) માટે ડેટા કલેક્શન, સંકલન, વિશ્લેષણ અને ડેટા પ્રસાર
  • તમામ 33 જિલ્લાઓ અને 4 કોર્પોરેશનો માટે એન્‍યુઅલ વર્ક પ્લાન અને બજેટ તૈયાર કરવા
  • માહિતીની દૈનિક જરૂરિયાત સંદર્ભે BRCCs, જિલ્લા અને બ્લોક MIS કો.ઓર્ડિનેટરને સતત મદદરૂપ થવું
  • આઇસીટી અને ડિજીટલ ઇનીશીએટીવ જેવા કે કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ, ડિજીટલ ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ-જ્ઞાનકુંજ, શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી, વર્ચ્યુઅલ ક્લાસરૂમ વગેરેનું અમલીકરણ અને મોનિટરિંગ
  • ડિજીટલ ઈ-કન્ટેન્ટ નિર્માણ, ઇન્‍સ્‍ટોલેશન અને ઉપયોગ માટે ટેકનિકલ સપોર્ટ
  • ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ- Aadhaar Enabled DISE અંતર્ગત સમગ્ર રાજ્યના ધોરણ-૧ થી ૧ર ના વિદ્યાર્થીઓના વિદ્યાર્થીવાર માહિતી સાથેના ડેટાબેઝની જાળવણી અને અપડેશન
  • આઇસીટી ઓપરેશન અને પાયાગત સમસ્‍યા નિવારણ તેમજ સોફ્ટવેર એપ્લિકેશન થકી કામગીરી બાબતે શિક્ષકોમાં ક્ષમતા નિર્માણ
  • શિક્ષણ મંત્રાલય (Ministry of Education-MoE), ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સૂચિત સૂચકાંકો કે ઇન્‍ડેક્ષ કે ડેશબોર્ડ માટે શાળાકીય શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત માહિતી અપડેટ કરવી
  • શાળા મોનીટરીંગ, સત્રાંત અને સામયિક મૂલ્યાંકન, CWsN માટે વિશેષ શિક્ષણ, વગેરે માટે એપ્લિકેશન / ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા મોનીટરીંગથી પ્રોજેક્ટના અમલીકરણમાં સરળતા પૂરી પાડવી
  • મુખ્ય શિક્ષકોના વહીવટી કામના ભારણને ઘટાડીને કાર્યક્ષમતા વધારવા માટે શાળાઓ માટે સંકલિત એપ્લિકેશન અને પ્લેટફોર્મ પૂરું પાડવું
  • સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની દૈનિક હાજરીના ડેટાનું એકત્રિકરણ, સંકલન અને વિશ્લેષણ
  • શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે વિડીયો કોન્ફરન્સિંગ સોલ્યુશન અથવા વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્લેટફોર્મ વિકસાવવું અને ઉપયોગ માટે ફિલ્‍ડમાં પૂરું પાડવું
  • તમામ કક્ષાએ જવાબદારીપૂર્વકની કામગીરીને પ્રોત્સાહન આપવા માટે શાળાકીય શિક્ષણ ક્ષેત્રની પ્રવૃત્તિઓને સંવેદનશીલ બનાવવા અને મોનિટરીંગ કરવા માટે કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્‍કુલ્‍સનું સંચાલન

MIS અને ડિજીટલ ઇનીશીએટીવ

શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223