FIT INDIA ઝુંબેશ સમગ્ર ભારતમાં ચાલતી એક રાષ્ટ્રવ્યાપી ચળવળ છે, જે લોકોને તેમના દૈનિક જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમતનો સમાવેશ કરીને સ્વસ્થ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. 29 ઓગસ્ટ 2019 ના રોજ ભારતના વડા પ્રધાન માનનીય નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા-ગુજરાત દ્વારા ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ (સરકારી/ ગ્રાન્ટેડ/ સ્વ-નિર્ભર)માં FIT INDIA ઝુંબેશનો અમલ કરવામાં આવ્યો. FIT INDIA ઝુંબેશ અંતર્ગત શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. શાળાઓ બાળકોને વૈચારિક/ સ્થાનિક રમતો રમવા માટે પ્રેરિત કરે છે.
વિવરણગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે કારણ કે 39,000 થી વધુ શાળાઓએ FIT INDIA શાળા તરીકે નોંધણી કરાવી છે અને અન્ય ઘણી શાળાઓની નોંધણીની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. ગુજરાતની તમામ શાળાઓમાં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહને FIT INDIA સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. વિવિધ પ્રવૃત્તિઓનું સાપ્તાહિક સમયપત્રક નીચે પ્રમાણે તમામ શાળાઓને જણાવવામાં આવેલ છે:
દિવસ |
પ્રવૃત્તિઓ |
---|---|
Magical Monday |
યોગ (3 મિનિટ) PT , Aerobics, Dancing-exercise |
Tempting Tuesday |
ટીમમાં રમવાની રમતો, દોડ, યોગ (૪ મિનિટ) 50m, 100m, 200m, Relay, Hurdle, Lemon spoon race, Sporty Parents teacher meet |
Winner’s Wednesday |
સ્વદેશી રમતો, યોગ (પ મિનિટ) Gilli danda, Lagori, Poshampa, Chopar, Tug of war (Rassa kasi) |
Thursday Team Work |
ક્લસ્ટર કક્ષાએ રમત-ગમત પ્રવૃત્તિઓ માટે શાળાઓનું ટ્વિનિંગ, યોગ (૬ મિનિટ) Kho-Kho, Kabaddi, Cricket, Football, Relay race |
Friday Fitness Quiz |
સારા સ્વાસ્થ્ય/ તંદુરસ્ત આદતો પર પ્રવૃત્તિઓ: યોગ (૭ મિનિટ) Painting/ Poster making, Slogan writing, Debate, Essay writing, Quiz |
Sportier Saturday |
ટીમમાં રમવાની રમતો, દોડ, યોગ (૮ મિનિટ) Team of children Vs parents, Team of child with parent to complete the task Teams of teachers, Teams of teachers and parents |
શિક્ષકોને યોગની તાલીમ આપવામાં આવે છે અને FIT INDIA ઝુંબેશ માટે શાળાઓની નોંધણી કરવાની તાલીમ પણ BISAG દ્વારા આપવામાં આવે છે. શાળાઓને રમતગમત પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ યોજવા માટે પ્રેરિત કરવામાં આવે છે. દરેક શાળાના ઓછામાં ઓછા 2 શિક્ષકોને શારિરીક મૂલ્યાંકનની તાલીમ આપવા માટે સમગ્ર શિક્ષા-ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે સંકલન કરી કામ કરી રહ્યું છે. GCERT એ ગુજરાતી ભાષામાં શારીરિક શિક્ષણનો અભ્યાસક્રમ તૈયાર કરવાનું શરૂ કર્યું છે.
ગુજરાતમાં FIT INDIA ઝુંબેશની સરળ કામગીરી અને દેખરેખ માટે જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને ગૂગલ શીટ દ્વારા કાર્યક્રમના સાપ્તાહિક અપડેટ્સ એકત્રિત કરવામાં આવે છે. સીઆરસી કો.ઓર્ડિનેર શાળા કક્ષાએ FIT INDIA પ્રવૃત્તિઓના અમલ પર નજર રાખી રહ્યા છે.
શાળાઓ ફિટનેસ પ્રવૃત્તિઓ અને જાગૃતિ અભિયાનોનું આયોજન કરે છે અને તેમના અહેવાલો અને ફોટોગ્રાફ્સ બ્લોક MIS કો. ઓર્ડિનેટરને રજૂ કરે છે. બ્લોક સ્તરે પસંદ કરેલા ફોટોગ્રાફ્સ જિલ્લા MIS કો.ઓર્ડિનેટરને મોકલવામાં આવે છે અને જિલ્લા સ્તરે પસંદ કરેલા ફોટોગ્રાફ્સ અને વિડીયો સ્ટેટ નોડલ ઓફિસરને રજૂ કરવામાં આવે છે. FIT INDIA ઝુંબેશના માસિક અહેવાલો અને ફોટોગ્રાફ્સ MoE ને રજૂ કરવામાં આવે છે.
અત્યાર સુધી 6000 થી વધુ શાળાઓએ 3-સ્ટાર રેટિંગ માટે અરજી કરી છે અને 2200 થી વધુ શાળાઓએ 5-સ્ટાર રેટિંગ માટે પોતાની નોંધણી કરાવી છે. સમગ્ર શિક્ષા-ગુજરાત રમતના મેદાનોના વિકાસ માટે કાર્યરત છે, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે.
Photograph