ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન અને જીઓ-ઇન્ફોર્મેટિક્સ (BISAG) ના સહયોગથી શાળાઓનું GIS મેપિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી RTE એક્ટ, 2009 ના ધારાધોરણ અનુસાર શાળાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કોઇ પણ વસાહતની નજીકની શાળાઓના અંતરનું મોનિટરીંગ રાખવામાં આવે છે.
આ મેપિંગ પાછળનો ઉદ્દેશ " GIS મુજબ હાલની ઉપલબ્ધ શાળાઓની સુવિધાઓનો સંકલિત વિકાસ કરવાનો છે, અને હાલમાં શાળા સુવિધા ધરાવતી તેમજ વંચિત વસાહતોને ઓળખવી. ઉપરાંત, તેમાં 5 કિમીના અંતરના માપદંડ, સંભવિત નામાંકન તેમજ ઉપલબ્ધ ભૌતિક સુવિધા, જમીન વગેરેના આધારે નવી માધ્યમિક શાળા સ્થાપવા માટે સૌથી યોગ્ય ગામ/વસાહતનું સ્થાન પસંદ કરવાનું આયોજન સામેલ છે.
GIS દ્વારા, વિવિધ મુદ્દાઓ પર બહુસ્તરીય મેપિંગ પૂર્ણ થયું છે, જેમ કે વિસ્તારોની ઓળખ, રસ્તાઓનું સ્થાન, હાલની શાળાઓ, વસાહતો (વસવાટ), વહીવટી સીમાઓ, નદી/જળ સ્ત્રોત, વન વગેરે. જિલ્લા, તાલુકા અને ગામ મુજબના ભૌગોલિક ડેટાના આધારે મેપિંગ કરવામાં આવ્યું છે.