શાળા સલામતી

  • હોમ
  • અન્ય યોજનાઓ
  • શાળા સલામતી

શાળા સલામતી

શાળાઓમાં અકસ્માતો કે અન્ય અણધારી ઘટનાઓને બનતી અટકાવવા માટે, શાળા-સલામતી કાર્યક્રમ અને શિક્ષકોને પ્રથમ સ્તરના સલાહકારો તરીકે કાર્ય કરવા માટે નોટિસ બોર્ડમાં સલામતીની પ્રતિજ્ઞા દર્શાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેનો હેતુ ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા સલામતી અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાગૃતિ લાવવાનો છે.

શાળા સલામતી કાર્યક્રમના ઘટકો
  • દરેક શાળામાં "શાળા સલામતી પ્રતિજ્ઞા" દર્શાવતા યોગ્‍ય સાઇઝ અને ઉંચાઇનું બોર્ડ/દિવાલ પર પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવે છે જ્યાંથી તમામ વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો અને વાલીઓ તે સરળતાથી વાંચી શકે છે.
  • કાર્યક્રમના ભાગરૂપે શાળાઓમાં સૂચનપેટી મૂકવામાં આવી છે જ્યાં વિદ્યાર્થીઓ તેમની ફરિયાદ અથવા અભિપ્રાય રજૂ કરી શકે છે.
  • વિદ્યાર્થીઓ, શિક્ષકો, SMC સભ્યો અને વાલીઓ માટે વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ સલામતીની દ્રષ્ટિએ વિવિધ માર્ગદર્શન અને પરામર્શ સેમિનાર/સભાઓનું સમગ્ર શિક્ષાની માર્ગદર્શિકા અનુસાર આયોજન કરવામાં આવી રહ્યું છે.

સેમિનાર / મીટિંગ / કાઉન્સેલિંગ સેશનમાં નીચેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે:

  • 1. વિદ્યાર્થીને શાળામાં નિયમિત લાવવા અંગે જાગૃતિ.
  • 2. શાળાએ આવવા-જવાના માર્ગ પર સલામતી.
  • 3. બાળકની માનસિકતા જાણવાનો પ્રયત્ન કરવો.
  • 4. જાતીય સતામણી વિશે જાગૃતિ.
  • 5. મૂલ્યો વિશે શિક્ષણ.
  • 6. કન્યા કેળવણી.
  • 7. પિકનિક/મુસાફરી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો.
  • 8. સલામતી માર્ગદર્શિકા.
  • 9. નિવારણ પદ્ધતિ.
શાળા સલામતી કાર્યક્રમના લાભ / અસરકારકતા
  • શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, SMC સભ્યો, વાલીઓ અને ગ્રામજનો બધાએ તેમના ગામ/શહેરને સુરક્ષિત અને સલામત સ્થળ બનાવવાનું મહત્વ અનુભવ્યું.
  • શિક્ષકો ખાસ કરીને પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને મુશ્કેલીઓ પ્રત્યે સંવેદનશીલ બન્યા.
  • શાળાનું વાતાવરણ પહેલા કરતા સ્વસ્થ, સ્વચ્છ બન્‍યું અને પર્યાવરણને એવી રીતે ઉન્નત બનાવવામાં આવ્યું કે જેથી બાળકો માનસિક અને શારીરિક રીતે પરેશાન ન થાય.
  • હવે તે સ્પષ્ટ છે કે શાળાના સ્ટાફને કુદરતી અને આપાતકાલીન કટોકટીના સમયમાં પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે અંગેનો ખ્‍યાલ વિકસી ચૂક્યો છે.
  • શાળાઓમાં મૂકવામાં આવેલા સૂચનપેટીની જાળવણી શરૂ થઈ અને તેમાં નોંધાયેલી બાબતોનો નિયમિત ધોરણે ઉકેલ આવવા લાગ્યો.
  • શાળાના વિદ્યાર્થીઓ, SMC સભ્યો, વાલીઓ તેમજ ગ્રામજનો નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ, ચાઇલ્ડ હેલ્પ લાઇન, રેફરલ હોસ્પિટલ, ફાયર સ્ટેશન, તાલુકા કક્ષાના અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર હેલ્પલાઇન, એજ્યુકેશન ટોલ ફ્રી નંબર, પ્રિન્સિપાલ અને શિક્ષક સહિતના મહત્વના સંપર્ક નંબરોથી પરિચિત થયા.

યોજનાનો વિસ્‍તારઃ

શાળા સલામતી કાર્યક્રમ ગુજરાતની કુલ 33,504 સરકારી પ્રાથમિક અને 1564 સરકારી માધ્યમિક શાળાઓમાં અમલમાં મુકવામાં આવ્યો છે.

શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223