સિવિલ અને ઇન્ફ્રસ્ટ્રક્ચર
સમગ્ર શિક્ષામાં 'in house' સિવિલ એન્જિનિયરિંગ વિભાગ છે જે ગુજરાતની શાળાઓમાં તમામ માળખાકીય સુવિધાઓ વિકસાવે છે. જે અંતર્ગત સિવિલ બાંધકામના મોનિટરીંગ અને દેખરેખ માટે બ્લોક કક્ષાએ ૨૪૫ એન્જિનિયર, જિલ્લા કક્ષાએ ૩૬ એન્જિનિયર અને રાજ્ય કક્ષાએ ૨૦ એન્જિનિયર કાર્યરત છે. બિલ્ડિંગ પ્લાન તૈયાર કરવા માટે બ્લોક કક્ષાએ ૧૭ અને રાજ્ય કક્ષાએ ૦૪ આસિસ્ટન્ટ આર્કિટેક્ટ કાર્યરત છે. બાંધકામ માઠેની સ્ટ્રકચરલ ડિઝાઇન તૈયાર કરવા માટે કન્સલ્ટન્સી સેવાઓ પણ લેવામાં આવે છે.
સમગ્ર શિક્ષા-ગુજરાત અ;તર્ગત રાજ્ય કચેરીની સિવિલ શાખા સારી રીતે વ્યાખ્યાયિત કાર્યાત્મક માળખું ધરાવે છે.
સમગ્ર શાળા વિકાસ યોજના (Whole School Development Plan)
સમગ્ર શિક્ષા-ગુજરાતએ સમગ્ર શાળા વિકાસ યોજના (WSDP) માટે ઈન્ફ્રસ્ટ્રક્ચર એસેસમેન્ટ ફોર્મ વિકસાવ્યું છે. પ્રાથમિક શાળાની વિવિધ વિગતો જેવી કે, સામાન્ય માહિતી, કેમ્પસ પર્યાવરણ, શૈક્ષણિક માહિતી, માળખાકીય વિગતો, વર્ગખંડોની વિગતો, કમ્પાઉન્ડ દિવાલ, કુમાર અને કન્યા માટે અલગ ટોયલેટની ઉપલબ્ધતા, પીવાના પાણીની સુવિધા અને MDM કિચન શેડની વિગતોને ફોર્મમાં સમાવવામાં આવી છે. ઉપલબ્ધ સુવિધાઓની સ્થિતિને પ્રમાણભૂત ધારાધોરણો સાથે સરખાવવામાં આવે છે. સંપૂર્ણ શાળા વિકાસ યોજના સારી રીતે વ્યાખ્યાયિત કરેલ ફોર્મેટ સ્વરપે વિકસાવવામાં આવી છે, જેમાં શાળા વિશે સામાન્ય માહિતી, માળખાકીય વિગતો (કેમ્પસ, કમ્પાઉન્ડ દિવાલ, ટોગલેટ, વર્ગખંડ, રમતનું મેદાન, પીવાના પાણીની સુવિધા, હાથ ધોવાની સુવિધા, મધ્યાહન ભોજન કિચનશેડ અને સ્ટોર) સામેલ છે. શાળાના એકંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દેખરેખ રાખવા માટે દરેક મુદ્દા પર વિગતવાર પ્રશ્નાવલિ વિકસાવવામાં આવી છે.
સિવિલ શાખાની મુખ્ય પ્રવૃત્તિઓ:
સિવિલ શાખા શાળાકીય પર્યાવરણના એકંદર માળખાગત વિકાસ માટે જવાબદાર છે. સિવિલ શાખા દ્વારા કરવામાં આવેલા મુખ્ય કાર્યોની યાદી નીચે મુજબ છે.
- શાળાના મકાનનો વિકાસ
- ગ્રીન સ્કૂલોનો વિકાસ અને Building as Learning Aid (BaLA)
- વોટર પ્યુરિફિકેશન સીસ્ટમના સપ્લાય અને ઇન્સ્ટોલેશન
- વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવી
- નવા વર્ગખંડોનું બાંધકામ
- સામાન્ય અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે ટોયલેટ – કુમાર અને કન્યા માટે અલગ
- અપગ્રેડેશન શાળાઓ
- શાળાઓ અને વર્ગખંડો માટે ફર્નિચર
- શિક્ષક સ્ટાફ ક્વાર્ટરનું બાંધકામ
- શાળા બહારના બાળકો માટે સ્પેશ્યિલ ટ્રેનિંગ પ્રોગ્રામ (STP) હોસ્ટેલ
- રૂફટોપ સોલાર સીસ્ટમની જોગવાઈ
- રમતગમતના સાધનો અને રમતના મેદાનની સુવિધાઓ
- શાળાની ઇમારતોનું મુખ્ય સમારકામ
પ્રોજેક્ટ મોનિટરીંગ:
- રાજ્યમાં સારી રીતે સ્થાપિત સિવિલ વર્કસ માટેની પાંખ છે. કરારના ધોરણે ભરતી કરાયેલા ટેકનિકલ રિસોર્સ પર્સન (ટીઆરપી) મોનીટરીંગ અને દેખરેખના કામ માટે બ્લોક કક્ષાએ કાર્યરત છે. દરેક ટીઆરપી પાસે ૩૦ થી ૪૦ સાઇટ્સનો ચાર્જ રહે છે અને SMC ને ટેકનિકલ માર્ગદર્શન આપવા માટે દરરોજ ૦૫ થી ૦૬ સાઇટ્સની મુલાકાત લેવાનો નિર્દેશ આપવામાં આવે છે.
- જિલ્લા કક્ષાએ નિયુકત DPE સંબંધિત જિલ્લા હેઠળના તમામ બ્લોક માટે વારંવાર સાઇટ્સની મુલાકાત લે છે. તે જિલ્લામાં કાર્યરત તમામ ટીઆરપીની સાપ્તાહિક બેઠક યોજીને જિલ્લામાં કાર્યરત તમામ સિવિલ પ્રવૃત્તિઓના કામની પ્રગતિની સમીક્ષા અને મોનિટરીંગ કરે છે.
- સમગ્ર રાજ્યની પ્રગતિના મોનિટરીંગ અને સમીક્ષા માટે, તમામ DPE ની માસિક બેઠક રાજ્ય કક્ષાએ યોજવામાં આવે છે. સિવિલ કામો સાથે સંબંધિત મુદ્દાઓ પર માસિક સમીક્ષા બેઠકમાં ચર્ચા કરી નિરાકરણ લાવવામાં આવે છે.
- DPEને ગુણવત્તા સુધારવા અને વિવિધ સાઇટ્સ પર કરવામાં આવેલા કામના માપને તપાસવા માટે સાઇટની મુલાકાત માટે વાહન ભાડે લેવાની મંજૂરી આપવામાં આવે છે.
- રાજ્ય કક્ષાએ આસીસ્ટન્ટ એન્વિનિયરોની ટીમ સાથે મોનીટરીંગ સેલની રચના કરવામાં આવેલ છે. મોનીટરીંગ સેલના સભ્યો સ્થળની મુલાકાત લઇને કામની ગુણવત્તા સુધારવા માટે તેમના સૂચનો આપે છે.
- રાજ્ય કક્ષાએથી ફિલ્ડ વિઝીટ બુક તૈયાર કરીને તમામ ટીઆરપીને પહોંચાડવામાં આવી છે. ટીઆરપીને દરેક પ્રવૃત્તિની મુલાકાત દરમિયાન વિઝિટ બુક ભરવા અને જો તેને સુધારવા માટે કોઈ પગલાં સૂચવવામાં આવ્યાં હોય તો તેની વિગતો, સામગ્રી, કારીગર અંગે નોંધવામાં આવેલ ખામીઓ સહિતની તમામ વિગતો ભરવા સૂચના આપવામાં આવે છે.
- ટીઆરપી સિવિલ પ્રવૃત્તિઓના જુદા જુદા ઘટકની ચકાસણી કરીને ચેકલિસ્ટ ભરે છે. ચેકલિસ્ટ પૂર્ણ થયા બાદ ટીઆરપી completion certificate તૈયાર કરે છે, જે તેની સ્વીકૃતિના ટોકન તરીકે થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ અને ડીપીઇ દ્વારા સહી કરવામાં આવશે. તમામ પ્રવૃત્તિઓના પ્રમાણપત્રો રેકોર્ડ માટે શાળા/જિલ્લા અને રાજ્ય કક્ષાએ રાખવામાં આવે છે.
- સિવિલ વર્ક્સનું બાહ્ય મૂલ્યાંકન (થર્ડ પાર્ટી કન્સલ્ટન્ટ)
- માનવ સંશાધન વિકાસ મંત્રાલય (MHRD), ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ, ગુણવત્તા અંગે નિષ્પક્ષ અભિપ્રાય મેળવવા માટે સિવિલ વર્ક્સનું થર્ડ પાર્ટી એસેસમેન્ટ ફરજિયાત છે. પ્રોફેશનલ કન્સલ્ટન્ટની સર્વિસ મેળવીને સિવિલ કામોનું ટેકનિકલ ઓડિટ અને ગુણવત્તાની ખાતરી કરવાની પ્રથા અપનાવવામાં આવી છે. હવે, હાથ ધરાયેલા સિવિલ કામો માટે પ્રતિષ્ઠિત પ્રોફેશનલ કન્સલ્ટન્ટની સર્વિસ મેળવવા માટે નીચે પ્રમાણે કામગીરીના અવકાશ સાથે અગ્રણી અખબારોમાં જાહેરાત આપી દરખાસ્તો આમંત્રિત કરવામાં આવે છે.
- કન્સલ્ટન્ટ કે તેમના પ્રતિનિધિ પ્રોજેક્ટમાં ગુણવત્તાના નિર્ધારિત ધોરણો હાંસલ કરવા માટે TOR માં દર્શાવ્યા મુજબ કામ પ્રગતિ હેઠળ હોય તે દરમિયાન બાંધકામનું નિરીક્ષણ કરશે. જો કોઈ વિસંગતતા/ભૂલ/ક્ષતિ હોય તો કન્સલ્ટન્ટ તેના સૂચનો અને કોડલ જોગવાઈમાં સૂચવેલ ઉપચારાત્મક પગલાં સાથે તેને નિર્દેશ કરશે.
- કન્સલ્ટન્ટ બાંધકામ સામગ્રીનું સ્વતંત્ર પરીક્ષણ (ફિલ્ડ અને પ્રયોગશાળા) હાથ ધરશે અને તેના સૂચનો અને ઉપચારાત્મક પગલાં સાથે SMC / TRP / જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયરને જાણ કરશે, જો કોઈ હોય તો.
- સલાહકાર એ પણ ચકાસણી કરશે કે નિરીક્ષણ અને ઓડિટ નોંધમાં ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ પર SMC / TRP દ્વારા સંતોષકારક રીતે પગલાં લેવામાં આવ્યાં છે કે કેમ.
- કામ પૂર્ણ થયા પછી, સલાહકાર completion certificate આપશે.
- મટિરીયલ ટેસ્ટિંગ સહિત બાહ્ય મૂલ્યાંકન માટેનો સંભવિત ખર્ચ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ મેનેજમેન્ટ હેડ હેઠળ બુક કરવામાં આવશે.