દિકરી ની સલામ દેશ ને નામ

  • હોમ
  • સમાનતા
  • દિકરી ની સલામ દેશ ને નામ

દિકરી ની સલામ દેશ ને નામ

"બેટી બચાવો, બેટી પઢાઓ" ઝુંબેશને વેગ આપવા માટે ર૬ મી જાન્યુઆરીના દિવસે " દીકરીની સલામ દેશને નામ" કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી. માનનીય વડાપ્રધાનમંત્રીશ્રીએ તારીખ ૩૧ જાન્યુઆરી-ર૦૧૬ ના રોજ રેડીયો કાર્યક્રમ " મન કી બાત " માં હરિયાણા અને ગુજરાતમાં પ્રથમ પ્રયાસ તરીકે "દીકરીની સલામ દેશને નામ" કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જેમાં એસ.એમ.સી.ક ક્ષાએ ગામમાં સૈાથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યુ.

આ ઉપરાંત આ કાર્યક્રમ અંર્તગત ગામમાં જેટલી દીકરીઓનો જન્મ થયો હોય તેટલી દીકરીઓની માતાને શાળા વ્યવસ્થાપન સમિતિ ધ્વારા આમંત્રણ પત્રિકા મારફત કાર્યક્રમના ૧૦ (દસ) દિવસ પહેલાં આમંત્રણ આપી પ્રથમ હરોળમાં બેસાડી તેમનું સન્માન કરવામાં આવ્યુ અને તેમને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યુ.

ગામની સૈાથી વધુ ભણેલી દીકરીને મુખ્ય અતિથિ બનાવી તેની પાસે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. જેમાં જે ગામમાં CWSN દીકરી હોય તો તેને પ્રથમ પસંદગી આપવામાં આવી.

આ દિન ધ્વજવંદન કરનાર દીકરીઓ માટે અવિસ્મરણીય હતો કારણ કે આ તો તેમના માટે આત્મગૈારવનો દિન હતો.

જેન્ડર ઓડિટઃ

શાળામાં ભૌતિક અને શૈક્ષણિક વાતાવરણ જેન્ડર બાયસ મુક્ત કરવા માટે શાળા કક્ષાએ વર્ષ ૨૦૧૪-૧૫ થી જેન્ડર ઓડીટ કરવામાં આવે છે. આ ઓડીટ કરવા માટે સમગ્ર શિક્ષા દ્વારા એક ચેકલીસ્ટ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વીસ (૨૨) મુદાનો સમાવેશ કરેલ છે.આ ચેકલીસ્ટને આધારે ઓડીટ દરમ્યાન જોવા મળતી ખામીઓ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં રાજય કક્ષાએથી મદદનીશ જિલ્લા કો. ઓ. - ગર્લ્સ એજ્યુકેશનને પોતાના જિલ્લાની ઓછામાં ઓછી ૫(પાંચ) શાળા પસંદ કરી આ શાળાઓમાં વર્ષમાં બે વાર (પ્રથમ સત્ર અને દ્વિતિય સત્રમાં) જેન્ડર ઓડીટ કરવા જણાવવામાં આવેલ હતું જેથી પ્રથમ મુલાકાત દરમિયાન ધ્યાને આવેલ સુધારાત્મક બાબતો માટે આપવામાં આવેલ સૂચનો મુજબ કામગીરી થાય છે કે નહી તેનું ફોલોઅપ બીજી મુલાકાત દરમિયાન લઇ શકાય.

ચેકલીસ્ટના મુદાને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલ છે.

(A) શાળા અને વર્ગખંડનું ભૌતિક વાતાવરણ

(B) શાળા અને વર્ગખંડનું શૈક્ષણિક વાતાવરણ

(C) શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો વર્ગ વ્યવહાર અને પેડાગોજી

ઉપરોક્ત બાબતો જોતા શાળાઓની પ્રથમ મુલાકાતની સાપેક્ષે બીજી મુલાકાત દરમિયાન શાળા અને વર્ગખંડના ભૌતિક વાતાવરણ, શાળા અને વર્ગખંડના શૈક્ષણિક વાતાવરણ તેમજ શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો વર્ગ વ્યવહાર અને પેડાગોજીમાં ઘણો સુધારો જોવા મળેલ છે પરંતુ અમુક મુદાઓ પર હજુ વધારે કામ કરવાની જરૂરિયાત જણાય છે. સુધારાત્મક બાબતો માટે ગ્રામ્ય કક્ષાએ શેરી નાટકો, ફિલ્મો બતાવવી, બાળકો ધ્વારા રેલીનું આયોજન, વાલી મિટિંગ, એસ.એમ.સી. સભ્યોની તાલીમ જેવી પ્રવૃતિઓનું આયોજન કરી શકાય.

અન્ય વિભાગ સાથે સંકલન:

રાજ્યમાં કન્યા કેળવણીમાં સુધારો લાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સમગ્ર શિક્ષા અન્ય વિભાગોનું સાથે સંકલન કરીને વ્યૂહરચના કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના સહયોગથી રાજ્યની કેજીબીવી કાર્યરત છે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન નીચે મુજબ સંકલન કરવામાં આવેલ છે:

વિભાગ પ્રવૃત્તિઓ
મહિલા અને બાળ વિભાગ નોંધણી માટે (સબલા વિગતો)
આરોગ્ય વિભાગ માસિક આરોગ્યની સ્વચ્છતા જાગૃતિ, નિયમિત ચેકઅપ, પોષણ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ શિષ્યવૃત્તિ અને અન્ય લાભો
આદિજાતિ વિભાગ નિવાસી છાત્રાલય
માર્ગ અને મકાન વિભાગ માર્ગ અને પાણી માટેની સુવિધા
NIOS વ્યાવસાયિક શિક્ષણ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ રમતગમત, આત્મરક્ષણની તાલીમ
ગૃહ વિભાગ સુરક્ષા સેતુના કેજીબીવીમાં અઠવાડિયામાં એકવાર પોલીસ પેટ્રોલિંગ કરે છે
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ
બાળ સુરક્ષા વિભાગ બાળ અધિકારની જાગૃતિ
શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223