સમગ્ર શિક્ષા, ગુજરાત સરકારી માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં વ્યવહારિક કુશળતા વિકસાવવા સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ (STEM) લેબ્સ સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે. STEM લેબ એક એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ પર હાથ અજમાવવાનો અનુભવ મળશે અને વિજ્ઞાન અને ગણિતની તેમની પાઠયપુસ્તકમાં ભણેલા વિવિધ વિષયો વિશે સમજણ પ્રાપ્ત કરશે. STEM લેબ વિદ્યાર્થીઓ વચ્ચે વૈજ્ઞાનિક વલણ વિકસાવવા માટેનું મંચ પ્રદાન કરશે. STEM લેબમાં વિજ્ઞાન અને ગણિતની કીટ ઉપલબ્ધ છે. નિદર્શન સામગ્રી / નમૂનાઓ / ચાર્ટ્સ પણ ત્યાં ઉપલબ્ધ હશે. વિદ્યાર્થીઓ દ્વારા વિચારને આકાર આપવા માટે કેટલીક સ્થાનિક ઉપલબ્ધ સામગ્રી પ્રદાન કરવામાં આવશે અને કિટ્સ આપવામાં આવશે જે વિષય શિક્ષક દ્વારા અધ્યયન અદ્યાપન સામગ્રી (ટી.એલ.એમ.) તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ વિકસાવવા માટે STEM લેબ પાસે વિજ્ઞાન અને ગણિતનું સાહિત્ય હશે. STEM લેબમાં પૂરા પાડવામાં આવેલ સામગ્રીનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તા માટે મેન્યુઅલ અને વીડિયો ગુજરાતીમાં આપવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિખ્યાત વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં તકનીકી કુશળતા વિકસાવવા માટે STEM લેબમાં બેઝિક રોબોટિક કીટ પણ આપવામાં આવશે.