ટ્વીનીંગ ઓફ સ્કૂલ
ઉદ્દેશો :
- શાળાઓ વચ્ચે શૈક્ષણિક અને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ પર શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી.
- જ્ઞાનની વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ક્ષમતા નિર્માણ.
- વિદ્યાર્થીઓને પીઅર-ટુ-પીઅર અને જૂથ અધ્યયન સાથે શીખવાની કામગીરીમાં સક્ષમ બનાવવા.
- બંને ભાગ લેતી શાળાઓને એકબીજાથી શ્રેષ્ઠ પ્રયાસો અપનાવવા સક્ષમ કરવા.
- સ્વયં અને અન્યની શક્તિ અને મુશ્કેલીઓ જાણવી અને સંયુક્ત રીતે શીખવું.
- સારી અને વધુ અસરકારક પદ્ધતિઓ અપનાવવા માટે શિક્ષણ મંડળને તકો પ્રદાન કરાવવી.
ક્ષેત્ર :
- ગુજરાતના 33 જિલ્લામાં આવેલી કુલ 12,988 સરકારી શાળાઓએ “ટ્વીનીંગ ઓફ સ્કૂલ” કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વર્ણન :
“ટ્વીનીંગ ઓફ સ્કૂલ” એ 'શાળાઓ વચ્ચેની ભાગીદારી' છે, જે હેઠળ બે શાળાઓ એકબીજાના વધુ સંપર્કમાં આવે છે. જેનો હેતુ વર્ગખંડની અંદર અને બહારના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહેલા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. જેના પરિણામે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયામાં અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણીમાં વધારો થાય છે.
શાળાની મુલાકાતોના ભાગરૂપે નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી :
- શાળા સભામાં ભાગ લેવો, મુલાકાતનો હેતુ જણાવવો અને તેનો પરિચય આપવો અને તે દિવસનું આયોજન કરવું.
- મુલાકાતી શાળાનું પુસ્તકાલય, પ્રયોગશાળા, નર્સરી, રસોડાનો શેડ, રમત ગમતનું મેદાન, પીવાનું પાણી અને સેનિટેશન-સ્વચ્છતા સુવિધાઓ, ઔષધ બાગ, બુલેટિન બોર્ડ વગેરેનું નિરીક્ષણ કરવું.
- યજમાન શાળા દ્વારા નવીન અને શ્રેષ્ઠ પ્રયાસોની રજૂઆત.
- રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.
- ચર્ચા, વકતૃત્વ સ્પર્ધા, કોયડા, પુસ્તક મેળો, ગણિત-વિજ્ઞાન પદર્શન વગેરે.
કાર્યક્રમની અસરકારકતા :
- ભાગ લેતી શાળાઓને શૈક્ષણિક અને સહ-અભ્યાસક્રમની પ્રવૃત્તિઓની આપ-લે કરવાની તક મળી.
- જ્ઞાન વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવી.
- એકબીજાની ક્ષમતાઓના સુમેળથી એકબીજાની નબળાઇઓને પરિપૂર્ણ કરીને સંયુક્ત રીતે શીખવાની તક મળી.
- “ટ્વીનીંગ ઓફ સ્કૂલ” કાર્યક્રમ વિદ્યાર્થીઓને પીઅર લર્નિંગ અને ગ્રુપ લર્નિંગ માટેનું વાતાવરણ પ્રદાન કરીને શિક્ષણ પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મદદરૂપ રહ્યું છે.
- આ પ્રોગ્રામ દ્વારા શિક્ષકોને વધુ સારી અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ અપનાવવાની તક મળી.
WELCOMING THE GUEST SCHOOL
ASSEMLY ON THE DAY OF VISIT