ગુજરાત અને છત્તીસગઢ વર્ષ 2019-20 માટે એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રવૃત્તિઓ માટેના સહભાગી રાજ્યો છે.
શાળાની પ્રાર્થનાસભા દરમિયાન અને જોયફૂલ સેટર ડેના ભાગરૂપે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત પ્રવૃત્તિઓ કરવા માટે શાળાઓ માટે વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવીને પહોંચાડવામાં આવી.
સવારની પ્રાર્થનાસભા
પ્રવૃત્તિ |
દિવસ |
---|---|
સહભાગી રાજ્યની ભાષામાં સમાન કહેવતોની ઓળખ/અનુવાદ અને પ્રસાર |
સોમવાર |
સહભાગી રાજ્યની ભાષામાં સ્વચ્છતા/સીંગલ યુઝ પ્લાસ્ટિક/જળ સંરક્ષણ/રાષ્ટ્રીય એકતા પર સંકલ્પ |
મંગળવાર |
સહભાગી રાજ્ય પર વાત કરવાનો સમય / સમાચાર |
બુધવાર |
સહભાગી રાજ્ય પર પ્રશ્નોત્તરી |
ગુરૂવાર |
સહભાગી રાજ્યની અન્ય જાણીતી હસ્તીઓ વિશે -સ્વતંત્રતા સેનાનીઓ, સમાજ સુધારકો, લેખકો, કવિઓ, કવિતા / વિસ્તૃત ભાષણ |
શુક્રવાર |
પ્રવૃત્તિ |
દિવસ |
---|---|
સહભાગી રાજ્યની ભાષામાં સહભાગી રાજ્ય સંબંધિત વિષયો આધારિત નિબંધ સ્પર્ધા, ચર્ચા, વક્તૃત્વ સ્પર્ધા |
મહિનાનો પ્રથમ શનિવાર |
દિવાલ સામયિક / સહભાગી રાજ્ય પર પ્રોજેક્ટ કાર્ય: જૂથ પ્રવૃત્તિ |
મહિનાનો બીજો શનિવાર |
સાંસ્કૃતિક સ્પર્ધા - સહભાગી રાજય પર આધારિત લોકગીત, લોકનૃત્ય, કલા, ચિત્રકળા વગેરે |
મહિનાનો ત્રીજો શનિવાર |
રમતો: સહભાગી રાજ્યની લોકપ્રિય ઇનડોર અને આઉટડોર રમતો |
મહિનાનો ચોથો શનિવાર |
એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ અંગે જાગૃતિ લાવવા અને સહભાગી રાજ્ય સંબંધિત માહિતીની જાણકારી આપવા માટે રાજ્ય કક્ષાના નવીનીકરણ મેળાના ભાગરૂપે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Photograph