રિસોર્સ રૂમ સાથેની સંમિલિત શાળા

  • હોમ
  • સમાનતા
  • રિસોર્સ રૂમ સાથેની સંમિલિત શાળા

રિસોર્સ રૂમ સાથેની સંમિલિત શાળા

સંક્ષિપ્ત વિગત

રિસોર્સ રૂમ એક વર્ગખંડ છે જ્યાં દિવ્‍યાંગતા અને અધ્યયન મુશ્કેલી ધરાવતા વિદ્યાર્થીને વિશેષ કાર્યક્રમથી શિક્ષણ આપવામાં આવે છે. આ તેવા વિદ્યાર્થીઓ માટે છે કે જે નિયમિત વર્ગખંડ સાથે જોડાયેલા છે પરંતુ દિવસના કેટલાક સમય માટે વ્યક્તિગત કે નાના જૂથની વ્‍યવસ્‍થામાં કેટલીક વિશેષ સૂચનાઓની જરૂર પડે છે. આ કાર્યક્રમમાં ઉપચારાત્મક, પ્રત્યુત્તર સ્‍વરૂપે અપાતી અને વિકાસલક્ષી સૂચનાનો સમાવેશ થાય છે, જે નાના જૂથોમાં સામાન્ય રીતે દર અઠવાડિયે ત્રણથી પાંચ કે તેથી વધુ કલાકો માટે અને જ્યારે જરૂરી હોય ત્યારે આપવામાં આવે છે. શૈક્ષણિક પર્યાવરણને સમાયોજિત કરીને કે સૂચનાત્મક પદ્ધતિઓમાં ફેરફાર કરીને કાર્યરત શિક્ષક સાથે પરામર્શ દ્વારા શૈક્ષણિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે.

હેતુઓ:
  • સરકારી શાળાઓમાં પ્રવેશ માટે વિશિષ્‍ટ જરૂરિયાત ધરાવતા બાળકોને સમાન તકો પૂરી પાડવી
  • અસરકારક સમાવેશન માટે અનુકૂળ શિક્ષણ સુવિધાઓ ઉભી કરીને વિશિષ્‍ટ જરૂરિયાત ધરાવતા બાળકોના સ્‍થાયીકરણ અને શાળાકીય શિક્ષણ પૂર્ણ કરાવવામાં મદદ કરવા માટે
  • વિશિષ્‍ટ જરૂરિયાત ધરાવતા બાળકોની શૈક્ષણિક જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરવી
  • સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા માટે જરૂરી દૈનિક જીવન પ્રવૃત્તિઓ શીખવીને વિશિષ્‍ટ જરૂરિયાત ધરાવતા બાળકોને સક્ષમ બનાવવા માટે
  • વિશિષ્‍ટ જરૂરિયાત ધરાવતા બાળકો અને કોઇ પણ દિવ્‍યાંગતા ન ધરાવતા બાળકોને એકબીજા પાસેથી શીખવા અને તેમને સામાજિક રીતે જવાબદાર પુખ્‍ત વ્‍યક્તિ બનવા માટે સક્ષમ બનાવવા, કે જેથી તેઓ તેમને આવકારતા સંમિલિત સમુદાયો માટે યોગદાન આપી શકે
વિશેષતાઓઃ
  • સંમિલિત શાળાઓમાં CWSN અનુકૂળ માળખાકીય સુવિધાઓ અને સહાયક શાળા પર્યાવરણ છે
  • CWSN ને માત્ર વિશેષ શિક્ષક દ્વારા ત્યાં સુધી શીખવવામાં આવે છે જ્યાં સુધી તેઓ મુખ્યપ્રવાહમાં સામેલ ન થાય
  • CWSN શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે રમતો, વ્‍યાયામ તાસ, ચિત્રકામ તાસ, પ્રાર્થના, કલા અને હસ્તકલા, ઇકો-ક્લબ, બાલ-સંસદ, ઉજવણી વગેરે સહિત શાળાની તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે જેથી શાળા સંમિલિત સમાજ માટેની એક નર્સરી તરીકે સેવા આપી શકે
  • દિવ્‍યાંગતા મુજબના થેરાપીસ્‍ટ સમયપત્રક મુજબ રિસોર્સ રૂમની મુલાકાત લે છે અને ઉપચારાત્મક સેવાઓ પૂરી પાડે છે અને IEP માં નિર્ધારિત લક્ષ્યો માટેના આયોજન અને તેમને હાંસલ કરવામાં વિશેષ શિક્ષક અને શિક્ષકને સહાય પણ કરે છે
  • અભ્યાસક્રમના યોગ્ય અનુકૂલન સાથે CWSN ને શૈક્ષણિક વિષયો શીખવવામાં મદદ કરવા માટે વિશેષ શિક્ષકો શાળાના શિક્ષકો સાથે સાપ્તાહિક બેઠકો કરે છે. આ બાબત કાર્યક્રમને અસ્તિત્વ અને તેના વિસ્‍તાર માટે અપેક્ષિત છે
ઘટકોઃ
  • સાધન-સહાયઃ દિવ્‍યાંગતા પ્રમાણે યોગ્‍ય સાધન-સહાય પૂરી પાડવામાં આવે છે
  • વિશેષ શિક્ષકોની બહુવિધ કેટેગરી માટેની તાલીમ: દરેક વિશેષ શિક્ષકને અસ્તિત્વમાં રહેલી તમામ દિવ્‍યાંગતાઓની સંભાળ લેવા માટેની તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત, દરેક કેટેગરીની ઓળખ અને વર્ગખંડ વ્યવસ્થાપન પર કેન્દ્રિત તાલીમ અભ્યાસક્રમોનો ઓનલાઇન સ્ત્રોત વિશેષ શિક્ષકોને Diksha / સમર્થ 2.0 પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે
  • વાલીના કાઉન્‍સેલિંગ માટેનું આયોજન કરવામાં આવે છે
  • શાળામાં ઉપલબ્‍ધ રિસોર્સ રૂમમાં થેરાપીસ્‍ટ દ્વારા CWSN ને થેરાપી સેવાઓ પૂરી પાડવામાં આવે છે
  • ટ્રાન્‍સપોર્ટ અને એસ્કોર્ટ ભથ્થાં: બહુવિધ દિવ્‍યાંગ અને સેરેબ્રલ પાલ્સી બાળકોને થેરાપી સહાય અને શાળામાં હાજરી આપવા માટે પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવે છે. આ ભથ્થું શાળાની હાજરી અને આધાર સાથે જોડાયેલ હોઇ સીધું જ ટ્રાન્સફર કરવામાં આવે છે
  • મોનિટરીંગ: નામાંકન, તબીબી પ્રમાણપત્રો અને શૈક્ષણિક સિદ્ધિઓ પર પ્રગતિની સમીક્ષા અને મોનિટરીંગ માટે રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાની સંમિલિત શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે
અમલીકરણ પ્રક્રિયા:

વર્ષ 2019-20માં, સ્‍ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરના નેતૃત્વમાં, જિલ્લા કો.ઓર્ડિનેટરો અને વિશેષ શિક્ષકો સાથે ચર્ચાના સઘન રાઉન્ડ નીચેના ઉદ્દેશો સાથે યોજાયા હતા:

  • CWSN ને તેમની સંભવિત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે વધુ સઘન સહાય પૂરી પાડવી
  • CWSN ની મુસાફરીનો સમય ઘટાડવો
  • જ્યારે પણ જરૂર પડે ત્યારે CWSNની મુલાકાત માટેની નોંધણી અને આવર્તન વધારવું

ક્લસ્ટરમાં પસંદ કરેલી શાળામાં આપેલા ક્રમમાં નીચેનામાંથી કોઈ એક માપદંડ સિધ્ધ થવો જોઈએ:

  • 1) શાળામાં ખાલી ઓરડો હોવો જોઈએ
  • 2) ખાલી ઓરડો ધરાવતી પે સેન્ટર શાળા
  • 3) ખાલી ઓરડા સાથેનું સીઆરસી ભવન
મળેલ પરિણામોઃ
  • વર્ષ 2019-20 માં, ક્લસ્ટર સ્તરે 147 રિસોર્સ રૂમની સ્થાપના કરવામાં આવી હતી અને વિવિધ પ્રકારની દિવ્‍યાંગતાના નિષ્ણાતો સાથે પરામર્શ પ્રક્રિયા દ્વારા દિવ્‍યાંગતાના પ્રકાર મુજબની અધ્યયન-અધ્યાપન સામગ્રી (TLM), ICT સાધનો જેવા- NDVA, વાંચવા અને લખવાના સોફ્ટવેર, હાર્ડવેર- ડેસ્કટોપ, પ્રિન્ટર અને પેન ડ્રાઈવ, સ્ટેશનરી સાહિત્ય, સંગીત અને રમતગમતના સાધનોથી સજ્જ કરવામાં આવ્‍યા હતા
  • પસંદ કરેલી શાળાઓમાં માત્ર રિસોર્સ રૂમ વિકસાવવા ઉપરાંત, શાળાઓ એક સંમિલિત શાળામાં પરિવર્તિત થઈ છે જ્યાં રેમ્પ, રેલિંગ, CWSN અનુકૂળ ટોયલેટ અને પીવાના પાણીની સુવિધાઓ, સાંકેતિક બોર્ડ વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ સરળ પ્રવેશ માટે આપવામાં આવી રહી છે. આ શાળાઓ હવે ક્લસ્ટરની એક મોડેલ સંમિલિત શાળા તરીકે કાર્ય કરે છે જ્યાં ક્લસ્ટરના તમામ પ્રકારના દિવ્‍યાંગ બાળકો તમામ સેવાઓનો લાભ લઈ શકે છે
  • વર્ષ 2020-21માં, પસંદ કરેલી શાળાઓમાં કુલ 500 રિસોર્સ રૂમ ઉભા કરવામાં આવ્યાં છે. ઉપરોક્ત પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તમામ ક્લસ્ટરોમાં એક મોડેલ રિસોર્સ રૂમ સાથેની સંમિલિત શાળા વિકસિત ન થઇ જાય
શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223