જ્ઞાનકુંજ - સ્માર્ટ ક્લાસરૂમ
સંક્ષિપ્ત વિગત:
ટેકનોલોજીના વિવિધ સાધનો જેવા કે પ્રોજક્ટર, ઇન્ટરેક્ટિવ ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની મદદથી અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીમાં અભિવૃધ્ધિ કરવા માટેનો એક સ્કૂલ ડિઝિટલાઇઝેશન કાર્યક્રમ છે. જેનો મુખ્ય આશય અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને મુલ્યાંકનને સુદ્રઢ બનાવવાનો છે. જે અંતર્ગત,
- શાળા કક્ષાએ ટેક્નોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ e-ક્લાસ
- રાજ્યની ૫૨૬૮ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૭ અને ૮ના ૧૫૧૭૩ વર્ગખંડોમાં પ્રોજક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની સુવિધા
- ભાર વિનાના ભણતર માટે ૧૦૦ શાળાઓના ધોરણ ૭ અને ૮ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ૧૦,૦૦૦ ટેબ્લેટ
- ધોરણ પ થી ૮ ના તમામ વિષયોનું ઇ-કન્ટેન્ટ અને ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ કન્ટેન્ટની મદદથી શિક્ષણ
- ટેક્નોલોજીના માધ્યમથી અભ્યાસક્રમની સરળ રીતે સમજૂતી
ડિજીટલ ઈન્ડિયાના દ્રષ્ટિકોણથી પ્રેરિત થઇ ગુજરાત સરકારના ડિજીટલ શિક્ષણ ક્ષેત્રે પ્રયાસોને વેગ આપવા માટે "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટનો પમી સપ્ટેમ્બર, ર૦૧૭ - શિક્ષક દિનથી માન.મુખ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે શુભારંભ કરવામાં આવેલ છે.
હેતુઓ:
ડિજીટલ વિભાજનને દૂર કરવા અને બદલાતી જતી ટેક્નોલોજી વિશે ભાવિ પેઢીમાં જાગૃતિ લાવવાની વધતી જતી જરૂરિયાતને અનુલક્ષીને ICTના સંકલિત ડિલિવરી મિકેનિઝમના વિવિધ પાસાઓમાં ફેરફાર કરવાની માંગ ઉભી થયેલ. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, SSA-ગુજરાત દ્વારા અમલી કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ (CAL) ની સંકલ્પનાને ક્લાસરૂમ ઇન્ટરેક્ટિવિટીમાં રૂપાંતરિત કરે છે, જેથી વર્ગખંડોની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં ઇન્ટરેક્ટિવિટી પ્રાપ્ત થાય અને શાળાના ડિજીટલાઇઝેશન દ્વારા અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન સુદ્રઢ બને.
- શિક્ષક-વિદ્યાર્થીઓની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીનો વધારો કરવો
- ટેકનોલોજીના માધ્યમથી અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન પ્રક્રિયા સુદ્રઢ કરવી
- અભ્યાસક્રમના દરેક વિષયના દરેક એકમની ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે સમજૂતી વર્ગખંડમાં જ આપવી
પ્રોજેક્ટનો વિસ્તારઃ
આ પ્રોજેક્ટ ૧૬૦૯ સરકારી પ્રાથમિક શાળાઓમાં લાગુ કરવામાં આવ્યો, જેમાં ધોરણ-૭ અને ધોરણ-૮ના ૩૧૭૩ વર્ગખંડોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ ઇ-ક્લાસ વિકસાવવામાં આવ્યા છે. આ ૩૧૭૩ વર્ગખંડો સમગ્ર રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ અને ૨૪૨ તાલુકાઓ (બ્લોક) માં ફેલાયેલા છે. જેનો લાભ ધોરણ-પ થી ૮ના કુલ ૨.૮૫ લાખ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. આ યોજના સાથે, રાજ્ય સરકાર દ્વારા જ્ઞાનકુંજનો વિસ્તાર કરીને રાજ્યમાં લોકોના ડિજીટલ સમાવેશનના દરને વધાર્યો છે. વધુમાં બીજા તબક્કામાં, આ પ્રોજેક્ટ રાજ્યભરમાં ધોરણ-૭ અને ધોરણ-૮ના કુલ ૧૨,૦૦૦ વર્ગખંડોમાં અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં શોર્ટ થ્રો પ્રોજેક્ટર, ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ, લેપટોપ, સ્પીકર, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS), થયેલ ઉપયોગના ટ્રેકિંગ માટેના સોફ્ટવેર જેવી સુવિધાઓ છે. આ યોજના સાથે, વિદ્યાર્થીઓ તેમનામાં આઇટી કુશળતા કેળવે છે અને ડિજીટલ કન્ટેન્ટ દ્વારા શીખવાની તેમને તક મળે છે. અમારો ઉદ્દેશ્ય પ્રાથમિક શિક્ષણના વ્યાપમાં સુધારો કરવાનો છે અને આ પહેલનો વિસ્તાર કરીને 100% નામાંકન હાંસલ કરવાનો છે.
The initiative of "Gyankunj" project has been launched by Government of Gujarat on 5th September, 2017 - Teacher’s Day to accelerate the efforts of Government of Gujarat in the area of digital education inspired from the vision of Digital India.
અમલીકરણની વિગતો:
પ્રથમ તબક્કામાં, પ્રોજેક્ટ અમલીકરણ સંપૂર્ણપણે માંગ અને પુરવઠાના સિદ્ધાંત પર આધારિત હતું. જે શાળાઓમાં શિક્ષકો ટેક્નોલોજી પ્રત્યે રસ-રુચિ ધરાવે છે અને શૈક્ષણિક વ્યવહારો માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા આતુર છે તે શાળાઓમાં પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. આ હેતુ માટે, GCEE-SSA દ્વારા ગૂગલ ફોર્મ મારફત જે શિક્ષકો તેમની શાળાઓમાં જ્ઞાનકુંજ વર્ગ મેળવવા માંગે છે તેમની વિગતો મેળવવામાં આવેલ.
Initially, Gyankunj Project is implemented in 1,609 Government primary schools, having interactive e-class developed with smart boards using technology in 3173 classrooms of class V to VIII. The 3173 classrooms are spread across all 33 districts and 242 talukas (blocks) across the State. Total 2.85 Lakh students of Class V to VIII are taking advantage of this initiative. With this scheme, the state government ensures it scales operations and increases digital inclusivity of the population. Further, in phase 2, the project is being implemented in 12000 classrooms of Std.7 and Std.8 across the state with facilities like Short throw projector, Interactive White Board, laptop, speakers, Learning Management System (LMS), Usage tracking software. હાર્ડવેર અને સોફ્ટવેરની સમસ્યાઓ ઉકેલવા માટે શિક્ષકોને મદદ કરવા માટે સમગ્ર પ્રોજેક્ટ સમયગાળા માટે હેલ્પડેસ્ક ગોઠવવામાં આવ્યું. પ્રોજેક્ટ હેઠળ શિક્ષકની ભૂમિકા ચાવીરૂપ અને જવાબદારી નિશ્ચિત હોવાથી, પ્રોજેક્ટ મોનિટરિંગ પદ્ધતિ મોબાઇલ તેમજ વેબ એપ્લિકેશનના સ્વરૂપે સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી, જેથી તમામ સ્તરે સૂચનો, પ્રતિભાવ અને પ્રોજેક્ટની સ્થિતિને જાણવા માટે શિક્ષકને ઉપયોગી હાથવગું સાધન આપી શકાય.
જ્ઞાનકુંજ અમલીકરણ મોડેલ ખાસ કરીને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને શાળાની જરૂરિયાતો અનુસાર રાજ્યના આઇસીટી વિશેના દ્રષ્ટિકોણનું અનુસરણ કરવા માટે સર્વગ્રાહી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે વિકસાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવેલ અમલીકરણ પદ્ધતિ નીચે મુજબ છે:
- પ્રોજેક્ટ અમલીકરણ બેઝલાઇન સર્વેક્ષણથી શરૂ થાય છે જેમાં વિદ્યાર્થીઓના વર્તમાન શૈક્ષણિક પ્રદર્શન, વર્ગખંડના સ્માર્ટ ક્લાસ તરીકે વિકાસ માટે જરૂરી માળખાકીય સુવિધાની સ્થિતિ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું કોમ્પ્યુટર વિશેની જાણકારી મેળવવામાં આવે છે.
- આ પછી જે તે સાઇટને ઇન્સ્ટોલેશન તૈયાર કરવામાં આવે છે જેમાં મૂળભૂત માળખાકીય સુવિધાઓ જેવી કે ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને નેટવર્કિંગ વગેરેનો સમાવેશ થાય છે.
- આ પ્રોજેક્ટમાં શિક્ષકોની તાલીમ ખૂબ જ મહત્વની છે, તમામ શાળાઓના શિક્ષકોની તાલીમ માટે ત્રણ અલગ અલગ તાલીમ મોડ્યુલો તૈયાર કરવામાં આવેલ.
- સરકાર દ્વારા દરેક શાળામાં શરૂઆતના તબક્કે પ્રોજેક્ટ અંતર્ગત હેન્ડહોલ્ડિંગ માટે ૦૩ મહિનાના સમયગાળા માટે એક પ્રશિક્ષિત TSP (ટેકનિકલ સર્વિસ પ્રોવાઇડર) પણ નિયુક્ત કરવામાં આવે છે.
- આ માટે, ઓનલાઈન પોર્ટલ બનાવીને લેખિત પરીક્ષાઓ અને ભરતી ડ્રાઈવ યોજીને પછી વ્યક્તિગત ઈન્ટરવ્યુ યોજી જરૂરી કુશળતા ધરાવતી સારી પ્રતિભાને પસંદ કરવામાં આવે છે.
- જરૂરી હાર્ડવેર અને પ્રોજેક્ટ સોફ્ટવેર તેમજ મલ્ટિમીડિયા કન્ટેન્ટ પૂરા પાડીને ઇન્સ્ટોલ કરવામાં આવે છે.
- આ પ્રક્રિયાનું અંતિમ પગલું FAT, i.e. Final Approval Test છે, એટલે કે સંલગ્ન અધિકારી દ્વારા તમામ ધારાધોરણો અને પ્રોજેક્ટની જરૂરિયાતો પૂરી થાય છે તેની ખાતરી કરી અંતિમ મંજૂરી આપે છે. શિક્ષકોને ઇન્સ્ટોલ કરાયેલ વિવિધ હાર્ડવેર અને સોફ્ટવેરને ઓપરેટ કરવાની તાલીમ પણ આપવામાં આવે છે, જેથી તેમના દ્વારા તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય.
પ્રોજેક્ટના ઘટકોઃ
- જ્ઞાનકુંજ મોડેલ વર્ગખંડમાં ઇન્ટરેક્ટિવિટી માટે વ્હાઇટબોર્ડ, કોમ્પ્યુટર, પ્રોજેક્ટર, IR કેમેરા અને ઇન્ટરેક્ટિવ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે, આ ઘટકો વાયરલેસ રીતે અથવા USB કે સીરીયલ કેબલ દ્વારા જોડાયેલા હોય છે. કોમ્પ્યુટર સાથે જોડાયેલ પ્રોજેક્ટર વ્હાઇટબોર્ડ પર ડેસ્કટોપ ઇમેજ પ્રદર્શિત કરે છે અને IR કેમેરા હાઇ સ્પીડ ઇમેજ સેન્સરનો ઉપયોગ કરે છે જે આસપાસની વસ્તુઓને બુદ્ધિપૂર્વક ટ્રેક કરી શકે છે અને આપેલ ઇનપુટ સમજી શકે છે અને રીઅલ-ટાઇમ ઇન્ટરેક્શન, લેખન ઝડપ અને શ્રેષ્ઠ ઇન્ટરેક્ટિવિટી સાથે કામગીરી માટે કોઈપણ ડિસપ્લે સાથે અસિમીત માહિતી નિયંત્રણ કરે છે. IR કેમેરા ઇન્ફ્રારેડ એનેબલ્ડ પેનથી ટચ ઇનપુટ સ્વીકારે છે. તે શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક ટેકનોલોજીની મદદથી વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવામાં મદદ કરે છે.
- ઇન્ટરેક્ટિવ મલ્ટિમીડિયા કન્ટેન્ટ
- ઈ-કન્ટેન્ટમાં વિવિધ ઈમેજ, વિડીયો, એનિમેશન, વર્ચ્યુઅલ લેબ, પ્રવૃત્તિઓનું નિદર્શન, સ્વ-અધ્યયન, મૂલ્યાંકન અને સંદર્ભ સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તે પેડાગોજીની પરંપરાગત પધ્ધતિ અનુસાર વાંચન, લેખન અને સમજણયુક્ત જ્ઞાન પર પણ ભાર મૂકે છે. ઈ-કન્ટેન્ટમાં 52 પાઠ્યપુસ્તકોના 450 થી વધુ એકમો, 3,000 થી વધુ એનિમેટેડ વિડિઓઝ, 3,000 ઇન્ટરેક્ટિવ એનિમેશન, વિવિધ વિષયો પર 1,000 થી વધુ રમતો, વિજ્ઞાન પ્રયોગો માટે વર્ચ્યુઅલ લેબ અને 50,000 થી વધુ પ્રશ્નોની પ્રશ્ન બેંકનો સમાવેશ થાય છે. તદુપરાંત, આ ઇ-કન્ટેન્ટને રાજ્યના વ્યાપક ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમ, ઇ-ક્લાસ હેઠળ ડાયરેક્ટ ટુ હોમ (DTH) માધ્યમ દ્વારા BISAGના સહયોગથી શરૂ કરાયેલ "વંદે ગુજરાત" ડિજીટલ ઉપગ્રહ શૈક્ષણિક ચેનલ પર વિડીયો સ્વરૂપે પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. એપિસોડ ડાઉનલોડ કરવા માટે "Gujarat e-Class" હેઠળ યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ છે, તે માટેનું URL આ મુજબ છે:
- https://www.youtube.com/channel/UCj_MbJEpkmF6FNXPjyZVI0A/videos
- ઓનલાઇન પ્રોજેક્ટ મોનિટરીંગ સીસ્ટમ
- સમગ્ર પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે વેબ આધારિત એપ્લિકેશન (www.gyankunj.gujarat.gov.in) અને મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. Google Play Store પરથી મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરી શકાય છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, શાળા કક્ષાના મુખ્ય શિક્ષક / નોડલ વર્ગ શિક્ષક, હાર્ડવેર / સોફ્ટવેર સંબંધિત સમસ્યાઓ માટે ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે. આ સિસ્ટમ અંતર્ગત, શાળા સ્તરેથી અપડેટ કરવામાં આવતા પ્રોજેક્ટની વિગતોના આધારે તમામ સ્તરે જ્ઞાનકુંજ પ્રોજેક્ટની રીઅલ-ટાઇમ પ્રગતિ જાણી શકાય છે.
નીચેની બાબતોને ટ્રેક કરવા માટે ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
- કમિશનિંગ, મેઇન્ટેનન્સ સપોર્ટ અંતર્ગત પેન્ડિંગ કોલ્સ અને તાલીમની પ્રગતિ માટે શાળાઓ તરફથી રીઅલ ટાઇમ અપડેટ્સ
- શાળાઓ તરફથી દૈનિક પ્રવૃત્તિ અપડેટ્સ
- રિપોઝીટરી હેઠળ સક્સેસ સ્ટોરી
- દરેક સ્તર પર કસ્ટમાઇઝ્ડ રિપોર્ટ્સ સાથે ડેશબોર્ડ
- ઝડપી કાર્યવાહી માટે એજન્સીઓને સ્પષ્ટ નિર્દેશો
- એજન્સી દ્વારા પ્રગતિ અને ક્રિયાત્મક નિર્દેશો પર બાકી રહેલ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં સરળતા.
- હાર્ડવેર સમસ્યાઓ, વેન્ડર મેનેજમેન્ટ, SLA પાલન, ચોરીના કિસ્સામાં રિપ્લેસમેન્ટ અને ભૌતિક નુકસાનના કેસો જેવી તમામ પ્રક્રિયાઓ આ ઓનલાઈન ટૂલનો ઉપયોગ કરીને ટ્રેક કરવામાં આવે છે.
અમલીકરણથી પ્રાપ્ત પરિણામ:
શિક્ષકોનું સશક્તિકરણ: ટેકનોલોજી આધારિત લર્નિંગ સોલ્યુશનના ઉપયોગથી શિક્ષકો પર નીચેની અસર પડી છે:
- સમૃધ્ધ લેશન ડિલીવરી: કોમ્પ્યુટર અને મલ્ટીમીડિયા કન્ટેન્ટ જેવી ટેકનોલોજીની મદદથી, શિક્ષકો શીખવાની અધ્યયન પ્રક્રિયાને વધુ ઇન્ટરેક્ટિવ બનાવીને અને વિદ્યાર્થીઓમાં સચેતતા વધારીને લેશન ડિલીવરી સમૃધ્ધ બનાવી શક્યા છે.
- નવીન ટેક્નોલોજી વિશે જાણકારી: નવીન ટેકનોલોજીના સંપર્કમાં આવવાથી, બદલાતા આજના વિશ્વમાં ઝડપી અનુકૂલન માટે શિક્ષકો કોમ્પ્યુટરામ ઉપયોગ અને મલ્ટીમીડિયા કન્ટેન્ટ ડેવલપમેન્ટ જેવી ટેકનોલોજીકલ ક્ષમતાઓ વિકસાવવા સક્ષમ બન્યા છે.
વિદ્યાર્થીઓ પર અસર: ટેકનોલોજી આધારિત આ શૈક્ષણિક પ્રોજેક્ટના સૌથી વધુ લાભાર્થી વિદ્યાર્થીઓ રહ્યા છે; જેમ કે:
- શૈક્ષણિક સ્તરમાં સુધારો: મલ્ટીમીડિયા સામગ્રી, વર્ચ્યુઅલ પ્રયોગો અને શૈક્ષણિક વિડીયો સહિત ઇન્ટરેક્ટિવ સાધનોની મદદથી, વિદ્યાર્થીઓ વધુ અસરકારક રીતે અને પ્રમાણમાં ઝડપથી શીખવા માટે સક્ષમ બન્યાં છે.
- મુશ્કેલ સંકલ્પનાની સરળ સમજ: મલ્ટીમીડિયા કન્ટેન્ટ દ્વારા ટેકનોલોજી અને વિઝ્યુઅલ સામગ્રીની મદદથી, વિદ્યાર્થીઓ ખાસ કરીને વિજ્ઞાન અને ગણિતની મુશ્કેલ સંકલ્પનાઓને સરળતાથી સમજી શકે છે.
- શાળામાં હાજરી: નવીનતમ ટેક્નોલોજી અને મલ્ટીમીડિયા કન્ટેન્ટ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ-રૂચિ વધારવામાં સફળ રહ્યું છે. પરિણામે, શાળાના વર્ગખંડમાં વધુને વધુ વિદ્યાર્થીઓની હાજરી જોઈ શકાય છે
તારીખ 6-7 ફેબ્રુઆરી, 2018 દરમિયાન સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) ના નિર્દેશો હેઠળ આંકડાકીય બ્યુરો દ્વારા જ્ઞાનકુંજ અમલીકરણની અસરનું મૂલ્યાંકન કરવામાં આવેલ. આ થર્ડ પાર્ટી મૂલ્યાંકન શાળા મુલાકાત અને અસર માપવા માટે રચાયેલ પ્રશ્નાવલીના પ્રતિભાવ દ્વારા કરવામાં આવેલ.
33 જિલ્લાઓ અને 3 મ્યુનિસિપલ કોર્પોરેશનોના પ્રોબેબિલિટી પ્રોપોનેટ ટુ સાઇઝ સેમ્પલિંગ (PPS) મારફતે ઇમ્પેક્ટ એસેસમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું. 650 વિદ્યાર્થીઓ, 163 વાલીઓ, 326 શિક્ષકો, 163 શાળાના આચાર્યો/મુખ્ય શિક્ષકો અને 17 બિન લાભાર્થીઓ માટે અગાઉથી તૈયાર કરેલી પ્રશ્નાવલીઓ ભરવામાં આવી હતી. સર્વે હેઠળ મૂલ્યાંકન કરાયેલા મુખ્ય ક્ષેત્રો નીચે મુજબ છે:
- પ્રોજેક્ટ હેઠળ ફાળવેલ સાધનોની ઉપલબ્ધતા
- અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સાધનોનો ઉપયોગ
- વિવિધ વિષયો માટે ઈ-કન્ટેન્ટનો ઉપયોગ
- મેઇન્ટેનન્સ માટેની વ્યવસ્થા
નવી પદ્ધતિ તરફ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને મુખ્ય શિક્ષકોનો અભિગમ પરિણામો દર્શાવે છે. જે મુજબ બિન-લાભાર્થી વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડવામાં આવે તો તેઓ જ્ઞાનકુંજ દ્વારા શીખવાનું પસંદ કરે છે. અભ્યાસના અહેવાલમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે 100% વિદ્યાર્થીઓ જ્ઞાનકુંજ સુવિધાઓ દ્વારા શીખવવામાં આવતા એકમને સમજી શકે છે અને તેમને ઓડિયો-વિઝ્યુઅલ દ્વારા શીખવું ગમે છે. 100% માતાપિતાએ સ્વીકાર્યું છે કે તેમનું બાળક શાળાએ જવા માટે ઉત્સાહિત હોય છે અને તેમના બાળકને આ પદ્ધતિથી લાભ થયો હોવાનો અભિપ્રાય આપેલ છે.