ઉજાસ ભણી.... કાર્યક્રમએ એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ છે જેનો હેતુ કિશોરાવસ્થામાં પ્રવેશેલા વિદ્યાર્થીઓને સચોટ, વય જુથ પ્રમાણે, સાંસ્કૃતિક રીતે સુસંગત કિશોરાવસ્થાની માહિતી આપી વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા,તેમના તંદુરસ્ત વલણને પ્રોત્સાહન આપી તેમની કુશળતા વિકસાવવા માટે છે. જેથી તેઓ જીવનની વાસ્તવિક પરિસ્થિતિ સામે સકારાત્મક અને જવાબદારી પૂર્વક પ્રતિક્રિયા આપી શકે છે.
કિશોરાવસ્થા એ વ્યક્તિના જીવનનો એક ખૂબ જ વિશિષ્ટ સમયગાળો છે જેમાં વ્યક્તિ સ્વ-ઓળખની ભાવના ધારણ કરે છે જે દરમ્યાન ઉત્સાહ, આદર્શવાદ, આત્મવિશ્વાસનો અભાવ અને વ્યાકૂળતા સહિતની ભાવનાઓ જોવા મળે છે. કાર્યક્રમની વ્યૂહરચના અને સમયગાળો નક્કી કરવા માટે સમગ્ર શિક્ષા ગુજરાત ધ્વારા એક સમિતિની રચના કરવામાં આવેલ છે. કાર્યક્રમની માર્ગદર્શિકા તૈયાર કરવા માટે વિવિધ વિભાગોના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા.
કિશોરાવસ્થા શિક્ષણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવતા વિષયો:
નં. |
જીલ્લો |
શાળાની સંખ્યા |
આવરાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા |
---|---|---|---|
૧ |
37 |
1122 |
1.83 લાખ વિદ્યાર્થીઓ |