મીનાની દુનિયા કાર્યક્રમ તમામ પ્રાથમિક, ઉચ્ચત્તર પ્રાથમિક અને કેજીબીવી શાળાઓમાં અમલ કરાયો છે. આ કાર્યક્રમ સપ્ટેમ્બર-૨૦૧૭ થી શરૂ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ બાયસેગના માધ્યમથી ( વંદેગુજરાત ચેનલ નંબર ૬, ૭ અને ૮) દર અઠવાડિયાના ૨ દિવસ (મંગળવાર અને શુક્રવાર) શાળામાં પ્રાર્થનાસભામાં પ્રસારણ કરવામાં આવે છે.એપિસોડમાં આર.ટી.ઈ.,સમાવેશી શિક્ષણ,જીવન કૌશલ્ય,લીંગ ભેદ, બાળ અધિકાર, WASH અને બાળ મૈત્રીપૂર્ણ શાળા સામેલ છે . રાજ્ય કક્ષાએથી પ્રસારણનું સમયપત્રક, બ્રોશર, શિક્ષક માર્ગદર્શિકા, એપિસોડ માર્ગદર્શિકા, શિક્ષક ડાયરી અને મોનિટરિંગ ફોર્મ વિકસિત કરવામાં આવેલ છે.
કાર્યક્રમની સફળતા, અને જાગૃતિ જાણવા માટે ઓનલાઈન ગુગલ ફોર્મનો ઉપયોગ કરી મોનિટરીંગ કરવામાં આવે છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓની હાજરી વધારવામાં મદદ કરે છે. કાર્યક્રમની અસર અને પ્રગતિ જાણવા માટે સીઆરસી એપ એપ્લિકેશન દ્વારા નિયમિત મોનિટરિંગ કરવામાં આવે છે.
Test |
Test |
Test | Test |