Conclusion

તારણ

બાંધકામના માળખાનું શૈક્ષણિક મૂલ્ય વધારવું. શાળાના મકાનનો બે રીતે ઉપયોગ થાય છે:
  • શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવા માટેનું આશ્રય સ્‍થાન બનાવવું.
  • અધ્યયન-અધ્યાપનનું સાધન બનવું.
  • મહત્તમ શૈક્ષણિક મૂલ્ય મેળવવા માટે શાળા મકાનના માળખાનો શ્રેષ્ઠ રીતે વિકાસ કરવો જોઈએ.

બાળકને કેન્દ્રમાં રાખીને, આંતરશાખાકીય અભિગમ સાથે શાળાનું આયોજન.
  • અમલીકરણ અને જાળવણી માટે બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરીને શાળાની ડિઝાઇન તૈયાર કરવી.
  • શિક્ષકો ડિઝાઇન સુનિશ્ચિત કરવામાં સહાયક બનશે.
  • આ પ્રોજેક્ટનો ઉપયોગ.
  • શાળાના સંચાલકો અને શિક્ષકોને ઉપલબ્ધ સંશાધનોના અસરકારક ઉપયોગ માટેની તાલીમ આપવામાં આવી રહી છે.
  • દરેક શાળા તેની ચોક્કસ જરૂરિયાતો, મર્યાદાઓ અને સંભવિતતા સાથે પ્રોજેકટનું આયોજન કરે છે.
ડિઝાઇન યુક્તિઓને પાયાના સ્‍તરે પહોંચાડવી
  • ગુજરાતમાં એસએસએ તમામ જિલ્લાઓમાં BaLA સાથે લગભગ 1620 મોડેલ શાળાઓ વિકસાવી ચૂક્યું છે. હવે શકય હોય એટલી બધી શાળાઓને આવરી લેવાની જરૂર છે.
  • વિન્યાસે ગ્રામીણ તેમજ શહેરી પ્રાથમિક શાળાઓ માટે 61 કેટેગરી હેઠળ વર્ગીકૃત કરીને આશરે 150 ડિઝાઇન યુક્તિઓ વિકસાવી છે.
  • શાળામાં તેનો અમલ કરવા માટે, શાળા સંચાલકો, શિક્ષકો, બાળકો, આર્કિટેક્ટ, પેડાગોજીના તજજ્ઞો અને બાંધકામ કામદારોનું ટીમ વર્ક આવશ્યક છે. ગુજરાતમાં SSA એ પહેલેથી જ વિવિધ જિલ્લાઓમાં અમલ અને મોનિટરીંગ માટે આ ક્ષમતા વિકસાવી છે.
  • એસએસએ જેવા શૈક્ષણિક કાર્યક્રમમાં પેડાગોજી, શિક્ષક તાલીમ યુનિટ તેમજ સિવિલ વર્ક્સ યુનિટના ઘનિષ્‍ઠ સંકલનમાં રહીને કામ કરવાથી BaLAનું અસરકારક રીતે અમલીકરણ શક્ય બન્યું છે.
  • શાળામાં તેનો અમલ કરવા માટે, શાળા સંચાલકો, શિક્ષકો, બાળકો, આર્કિટેક્ટ, પેડાગોજીના તજજ્ઞો અને બાંધકામ કામદારોનું ટીમ વર્ક આવશ્યક છે. ગુજરાતમાં SSA એ પહેલેથી જ વિવિધ જિલ્લાઓમાં અમલ અને મોનિટરીંગ માટે આ ક્ષમતા વિકસાવી છે.
  • હાલમાં, ગુજરાત સરકાર BaLA સાથે એક મોડેલ સ્કૂલ વિકસાવવા માટે 2.5 લાખ રૂપિયાની જોગવાઇ કરે છે.

શાળાઓમાં દેખીતું પરિવર્તન.
  • મોડલ શાળાઓમાં BaLA યોજનાથી સ્‍પષ્‍ટ અને દેખીતા પરિવર્તન આવે છે. તે સમુદાય, શાળાના શિક્ષકો અને બાળકોની નજરમાં ખૂબ ઊંચી દૃશ્યતા ઊભી કરે છે.
  • મોડેલ શાળાઓમાં બાળકોના નામાંકન, હાજરી અને સ્‍થાયીકરણમાં વધારો થયો છે.
  • બાળકો હવે શાળાના સમય પહેલા આવે છે અને શાળાના સમય પછી ઘણા સમય પછી પાછા જાય છે.
  • શાળામાં અધ્યયન-અધ્યાપન હવે બાળકો અને શિક્ષકો માટે વધુ રસપ્રદ, આનંદદાયક છે.
  • શિક્ષકો, બાળકો અને સમુદાયમાં શાળા પ્રત્યે ઉચ્ચતમ માલિકીભાવ જાગે છે.
શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223