યુથ અને ઇકો ક્લબ

  • હોમ
  • અન્ય યોજનાઓ
  • યુથ અને ઇકો ક્લબ

યુથ અને ઇકો ક્લબ

હેતુઓ
  • કુદરતી સંશાધનોના ન્યાયી ઉપયોગ, પુનઃ પ્રાપ્યતા અને સંરક્ષણ અંગે જાગૃતિ અને જાણકારી ફેલાવી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સાથે મિત્રતાનો ભાવ જગાવવો.
  • વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય વર્તનને પ્રોત્સાહન આપવા માટે પ્રાયોગિક પ્રવૃત્તિ તરીકે અર્થપૂર્ણ પર્યાવરણીય પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટમાં ભાગ લેતા કરવા માટે તેમનું સશક્તિકરણ કરવું.
  • જીવન કૌશલ્યો વિકસાવવા, આત્મ-સન્માન, આત્મવિશ્વાસ અને વિપરીત પરિસ્થિતિઓમાં અનુકૂલન કેળવવા તેમજ તણાવ, શરમ અને ભયની નકારાત્મક લાગણીઓનો સામનો કરવા માટે તૈયાર કરવા કે જે તેમના જીવનમાં આવનાર ભાવિ પડકારોનો સામનો કરવા માટે બાળકની ક્ષમતામાં વધારો કરશે.
  • સહભાગિતા અને પ્રક્રિયા આધારિત પ્રવૃત્તિઓ દ્વારા વિવેચનાત્મક રીતે વિચારવાની અને સમસ્યાઓને તાર્કિક રીતે ઉકેલવાની તક પૂરી પાડીને વિદ્યાર્થીઓની શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક કુશળતાને મજબૂત કરવી.
યોજનાનો વિસ્‍તાર

રાજયની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ

વિવરણઃ

યુથ અને ઇકો ક્લબની પહેલના ભાગરૂપે, શાળાઓએ 'જલ શક્તિ અભિયાન', સ્વચ્છ ભારત અભિયાન અને 'ફિટ ઇન્ડિયા ઝુંબેશ' જેવા જાહેર અભિયાન વિશે જાગૃતિ લાવવા માટે અભ્યાસિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. YEC પ્રવૃત્તિઓમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા, બ્યુટિફિકેશન અને શાળા કેમ્પસ વિસ્તારનું સંરક્ષણ અથવા અન્ય કોઈ નવીનતમ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. YEC પહેલના ભાગરૂપે ચર્ચાઓ, સંગીત, કલા, રમતગમત, વાંચન, ભૌતિક પ્રવૃત્તિઓ હાથ ધરાયેલ. આ પ્રવૃત્તિઓ શાળાના અત્યાર સુધી ઉપયોગમાં ન આવેલ માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરવામાં મદદ કરે છે જેમ કે રમતનું મેદાન, રમતગમતના સાધનો, પુસ્તકાલયો, શાળામાં બગીચાનો વિસ્તાર, સંગીતનાં સાધનો વગેરે જે વિદ્યાર્થીઓમાં શોખ, કૌશલ્‍યો અને રુચિ વિકસાવવામાં મદદ કરે છે જેનું તેઓ અન્યથા અન્વેષણ કરી શકશે નહીં.

YEC અંતર્ગત શાળાઓમાં પુસ્તકાલયના ઉપયોગને પ્રોત્સાહિત કરવા અને વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ કેળવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પુસ્તક વાંચન, વાર્તા અને તેના નૈતિક મૂલ્યો કહેવા વગેરેનું આયોજન કરવામાં આવે છે.

પર્યાવરણ પ્રયોગશાળા

રાજ્યની 6123 સરકારી શાળાઓમાં પર્યાવરણીય જાગૃતિ લાવવા અને શાળા કક્ષાએ પર્યાવરણીય પ્રોજેક્ટ કાર્ય દ્વારા સહભાગિતા વધારવા માટે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓના પરિણામે સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સોસાયટી બનાવવાના મહત્વ અને રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગની આડઅસરો અંગે જાગૃતિ આવી. આ પહેલ વિદ્યાર્થીઓના દૈનિક જીવન દરમિયાન પર્યાવરણીય સંરક્ષણ અંગે જાગૃતિ લાવવામાં સફળ રહી.

શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223