1. આપણી આસપાસ લેવાના થતાં પગલાં
2. આપણી આસપાસના ખૂણા
3. સંતુલન
4. આપણી આસપાસની સપ્રમાણતા
5. ચિત્રો ઊંધા પ્રદર્શિત કરવા
6. દિવાલો પર દ્રષ્ટિભ્રમ
7. રંગ ટીઝર
8. તમારી દુનિયાનો નકશો બનાવો
9. જમીન પર ગ્રહોની ભ્રમણકક્ષા
આ પૈકીના ઘણી ડિઝાઇન યુક્તિઓ અને બીજું ઘણું બધું ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફેલાયેલી 1620 મોડેલ સ્કૂલોમાં લાગુ કરવામાં આવ્યું છે. જો તમે આ શાળાઓની મુલાકાત લો છો, તો તમને આ શાળાઓમાં ઘણી નવીનતા પણ જોવા મળશે. હકીકતમાં, કોઈ બે શાળાઓ એકસરખી કે સમાન રહેશે નહીં.
BaLA પ્રોજેક્ટ પહેલાની એક શાળા
BaLA પ્રોજેક્ટ પછીની એક શાળા
રાષ્ટ્રીય સ્તરે, હવે તમામ શાળાઓમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે સંમિલિત શિક્ષણ માટેનું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આથી, ગુજરાતમાં SSA હવે i-BaLA અથવા સંમિલિત- BaLAની બીજી પહેલ શરૂ કરી રહ્યું છે. દેશમાં ખા પહેલી વાર જ થઈ રહ્યું છે. બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન અમદાવાદ અને વિન્યાસ, બંને સાથે મળીને i-BaLA મોડેલ વિકસાવી રહ્યાં છે. હાલમાં, કેટલાક BaLA વિચારોને સાંભળવાની ક્ષતિ, માનસિક મંદતા અને દ્રષ્ટિની ક્ષતિવાળા બાળકો માટેની અધ્યયન પ્રવૃત્તિઓમાં ઉપયોગ માટે સ્વીકારવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે હળવી અને મધ્યમ પ્રમાણમાં ક્ષતિઓ ધરાવતા આવા બાળકો જ સંમિલિત શાળાઓમાં ભણે તેવી શક્યતા છે. i-BaLA આવા બાળકો માટે રચાયેલ છે. એસએસએ તેને સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં શાળાઓમાં અમલી બનાવવાની યોજના ધરાવે છે.
કેટલાક i-BaLA વિચાર નીચે આપેલ છે:
ક્લાસરૂમમાં કોતરવામાં આવેલ i-Map અને બહાર ઉભરતી ડિઝાઇન સાથેની i-Board રમત – સાપસીડી
કોરિડોરમાં દિવાલ પરના પ્રિ-રાઇટિંગ i-Grill અને રેલિંગ પર કોતરવામાં આવેલ પ્રિ-રાઇટિંગ ખાંચા (Groove)
તે શાળાના બિલ્ડિંગ ઘટકોના સમારકામ, પર્યાવરણીય સુધારા અને બાંધકામના મુદ્દાઓના વિગતવાર અભ્યાસ પર પણ આધારિત છે