શિક્ષણ મંત્રાલય(MoE), ભારત સરકારે વર્ષ ર૦૧૮માં શાળાકીય શિક્ષણ ક્ષેત્ર માટે એક સંકલિત યોજના, સમગ્ર શિક્ષાની શરૂઆત કરી છે. સમગ્ર શિક્ષા, પ્રાથમિક શિક્ષણ માટેની સર્વ શિક્ષા અભિયાન (SSA), માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેની રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) અને શિક્ષકોમાં ક્ષમતા નિર્માણ માટે ટીચર એજયુકેશન (TE) એમ ત્રણ યોજનાઓને સમાવિષ્ટ કરે છે;. શિક્ષણ માટેના સંયુક્ત રાષ્ટ્રોના Sustainable Development Goal (SDG) મુજબ સમગ્ર દેશમાં ૪ થી ૧૮ વર્ષની વયજૂથના તમામ બાળકો અને પૂર્વ-પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીના તમામ સ્તરે સંમિલિત અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું એ સમગ્ર શિક્ષાનો ઉદ્દેશ છે.
વધુ જાણો“વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત, સમાન અને સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ અને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે સમગ્ર શિક્ષા NEP ના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.”
પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ
શાળાની માળખાકીય સુવિધાઓમાં બાળ-મૈત્રીપૂર્ણ, અધ્યયન અને મનોરંજન આધારિત ભૌતિક વાતાવરણ
ભાવિ પેઢીના જીવન માટે જીવસુષ્ટિ સંતુલન જાળવવું
સ્કૂલ ડિજીટલાઇઝેશન કાર્યક્રમ
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી
Class Class
Tester