આઇસીટી@સ્‍કુલ્‍સ

  • હોમ
  • ડિજીટલ ઇનીશીએટીવ
  • આઇસીટી@સ્‍કુલ્‍સ

આઇસીટી@સ્‍કુલ્‍સ

ઇન્‍ફોર્મેશન અને કોમ્‍યુનિકેશન ટેકનોલોજી (ICT), સામાજિક પરિવર્તન અને રાષ્ટ્રીય પ્રગતિ માટે ઉત્પ્રેરક તરીકે સાર્વત્રિક રીતે સ્વીકૃત છે. શૈક્ષણિક પરિણામો સુધારવા અને ગુજરાતમાં કોમ્પ્યુટર શિક્ષણ આપવા માટે, રાજ્યમાં કેન્દ્રીય પ્રાયોજિત યોજના ICT@Schools રજૂ કરવામાં આવી છે. શાળાકીય શિક્ષણમાં આઇસીટી નીતિનો ઉદ્દેશ યુવાનોને અધ્યયન પ્રક્રિયાઓમાં સર્જનાત્મક રીતે ભાગ લેવા માટે તૈયાર કરવાનો છે. જ્ઞાનથી પરિપૂર્ણ સમાજની રચના અને વિકાસ વ્યક્તિગત રોજગાર, રાષ્ટ્રના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દોરી જાય છે.

ICT@Schools પ્રોજેક્ટનો મુખ્ય દ્રષ્ટિકોણ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર એઇડેડ શિક્ષણ અને કોમ્પ્યુટર સાક્ષરતા પ્રદાન કરવાનો છે.

આ મિશન ગુજરાત રાજ્યની તમામ શાળાઓ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આવરી લેતા કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર એઇડેડ શિક્ષણનું જ્ઞાન ફેલાવવાનું છે. આઇસીટી અને આઇસીટી સક્ષમ પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાના અમલીકરણથી શાળા વ્યવસ્થામાં એક્સેસ, ગુણવત્તા અને કાર્યક્ષમતામાં સુધારો થશે.

કુલ ૬૩૯૪ શાળાઓ આઇસીટી -શાળા યોજના હેઠળ આવરી લેવામાં આવી છે.

શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223