ગુજરાત રાજ્ય દેશમાં સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટનું ધ્વજવાહક છે અને ભારતના બાકીના રાજ્યો માટે પ્રેરણારૂપ છે. ગુજરાતમાં 5268 શાળાઓમાં કુલ 15,173 ડિજીટલ વર્ગખંડો વિકસાવવામાં આવ્યા છે. સ્માર્ટ સ્કૂલોની આ પહેલથી રાજ્યના ૮ લાખ થી વધુ બાળકોને લાભ મળી રહ્યો છે જેમાં ઇ-કન્ટેન્ટ અને આઇસીટી સંલગ્ન સુવિધાઓ ઉપ્લબ્ધ છે. તમામ 15,173 સ્માર્ટ ક્લાસરૂમ ઇ-કન્ટેન્ટ અને ડિજીટલ ઉપકરણોથી સજ્જ છે. આવી તમામ શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ સાથે ઇન્ટરનેટ બેન્ડવિડ્થ પણ આપવામાં આવી છે.
આથી, સમગ્ર શિક્ષા દ્વારા શાળાના શિક્ષકો અને આઇસીટી ક્ષેત્રમાં રસ ધરાવતા બાળકોનો અલગ સમુદાય ઉભો કરવાની પહેલ કરી છે, જેથી તેમને આઇસીટી સંબંધિત વધુ તાલીમ આપી શકાય જેમ કે, હાર્ડવેર અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોની પાયાગત બાબતો, કોમ્પ્યુટર વિશેની મૂળભૂત બાબતો, એનિમેશન, વિડીયો તૈયાર કરવા, સાયબર સલામતી વગેરે. પ્રાથમિક સ્તરથી જ ડિજીટલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં શાળા સ્તરે 'સ્મોલ વન્ડર્સ આઈસીટી ક્લબ' તરીકે વિદ્યાર્થીઓનો અલગ સમુદાય પણ હોઈ શકે છે. ધીરે ધીરે, આ સમુદાય વિસ્તરશે અને શાળાઓમાં ઉપલબ્ધ આઇસીટી સાધનો અને સિસ્ટમો જાળવવા માટે જરૂરી સપોર્ટના સંદર્ભમાં આત્મનિર્ભર બનશે.