એક્સેસ, રિટેન્‍શન અને વોકેશનલ એજ્યુકેશન

  • હોમ
  • શાખાઓ અને મુખ્ય કાર્યો
  • એક્સેસ, રિટેન્‍શન અને વોકેશનલ એજ્યુકેશન

એકસેસ, રિટેન્શન અને વોકેશનલ એજયુકેશન

પરિચય

એકસેસ, રિટેન્શન અને વોકેશનલ એજયુકેશન શાખા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર (RTE) અધિનિયમ, ૨૦૦૯ અને વોકેશનલ એજયુકેશન કાર્યક્રમનાં અમલીકરણ સાથે સંબંધિત તમામ પ્રવૃત્તિઓનું મોનિટરીંગ કરે છે.

તે મુખ્યત્વે નીચેની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે:

માળખું (રાજ્ય/જિલ્લા/બ્લોક સ્તર)

કામગીરી

  • એકસેસ, રિટેન્શન અને વોકેશનલ એજયુકેશન કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ
  • સંકલન અને મોનિટરીંગ
  • IEC અને ક્ષમતા નિર્માણ
  • સંબંધિત વિભાગો સાથેનું જોડાણ
  • ડોક્યુમેન્ટેશન અને ડેટા મેનેજમેન્ટ

વોકેશનલ એજ્યુકેશન

ગુજરાત, શાળાકીય શિક્ષણના વ્યવસાયીકરણની યોજનાને 'સમગ્ર શિક્ષા - શાળાકીય શિક્ષણ માટેની એક સંકલિત યોજના', કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ અમલમાં મૂકી રહ્યું છે. આ યોજના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો અને વૈશ્વિક બજાર માટે શિક્ષિત, રોજગારપાત્ર અને સ્પર્ધાત્મક માનવ સંશાધન તૈયાર કરવાના ઉદ્દેશ સાથે વ્યવસાયિક શિક્ષણને સામાન્ય શિક્ષણ સાથે સંકલિત કરવા માગે છે. આ યોજના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને આવરી લે છે આ યોજના હેઠળ સમગ્ર શિક્ષા, ગુજરાત ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણનો એકસ્પોઝર પૂરો પાડે છે, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને કોઇ એક ક્ષેત્રમાં વિવિધ વ્યવસાયો માટે જરૂરી કૌશલ્યો સાથે પોતાની જાતને દિશામાન કરવાની તકો પૂરી પાડવાનો છે.

સમગ્ર શિક્ષા, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯ થી ૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમ અમલમાં છે. શરૂઆતમાં આ કાર્યક્રમ વર્ષ ૨૦૧૭માં માન્ય ૨૦ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શરૂ થયો હતો. શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં તે વધુ ૧૦૨ શાળાઓને આવરી લઇ વિસ્તૃત કરવામાં આવી છે. આમ, કુલ ૧૨૨ શાળાઓમાં આ યોજનાનો વ્યાપ છે. રાજ્યમાં ૧૩૮ નવી શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવાની દરખાસ્ત છે. જેથી, વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમની પહોંચ ૨૬૦ શાળાઓ સુધી થઈ જશે.

'સમગ્ર શિક્ષા' ના વોકેશનલ એજ્યુકેશન ઘટક હેઠળ, NSQF સુસંગત વોકેશનલ અભ્યાસક્રમો ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે.

વોકેશનલ એજ્યુકેશન હાલમાં નીચેના ટ્રેડમાં આપવામાં આવે છે:

  • હેલ્થકેર
  • બ્યુટી એન્ડ વેલનેસ
  • રિટેલ
  • ટ્રાવેલ એન્ડ ટૂરીઝમ
  • ઓટોમોટિવ
  • કૃષિ
  • એપરલ મેડ-અપ્સ હોમ ફર્નિશિંગ
  • ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર

યોજના હેઠળ, National Skill Qualification Committee (NSQC) દ્વારા માન્ય જોબ રોલ પર આધારિત વ્યાવસાયિક અભ્યાસક્રમો શાળાઓમાં આપવામાં આવે છે.

પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વોકેશનલ એજ્યુકેશન (PSSCIVE), એ NCERT નું ઘટક એકમ છે, જે અભ્યાસક્રમ/કોર્ષ તૈયાર કરવા માટેની એક નોડલ એજન્સી છે. ઉદ્યોગક્ષેત્રની પ્રતિનિધિ સંસ્થાઓ અને સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ (SSC) સાથે પરામર્શ કરીને NSQF સુસંગત જોબ રોલ માટે અભ્યાસક્રમ અને કોર્ષ વિકસાવવામાં આવ્યા છે.

કાર્યક્રમ હેઠળ, વિદ્યાર્થીઓ માટે ઔદ્યોગિક તાલીમ, ફિલ્ડ મુલાકાત, સેવાકાલીન તાલીમ અને ઉદ્યોગ ક્ષેત્રના તજજ્ઞો આમંત્રિત કરી પ્રવચનો હાથ પર ગોઠવવાની જોગવાઈ છે. વ્યવસાયિક વિષયો સાથે પાસ આઉટ થતા વિદ્યાર્થીઓને એપ્રેન્ટીસશીપ તાલીમ આપવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

રાજ્ય બોર્ડ સંબંધિત સેક્ટર સ્કિલ કાઉન્સિલના સહયોગથી વિદ્યાર્થીઓના કૌશલ્યોનું યોગ્યતા આધારિત બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા વ્યવસાયિક વિષયનું પ્રાયોગિક મૂલ્યાંકન કરવામાં આવે છે. મૂલ્યાંકન હાથ ધરવા માટે સેક્ટર સ્કિલ કાઉન્સિલ રાજ્યમાં પ્રમાણિત મૂલ્યાંકનકર્તાઓની નિમણૂક કરે છે. સફળ ઉમેદવારોને સ્કૂલ બોર્ડ.

શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223