ક્વોલીટી એજ્યુકેશન, એસેસમેન્‍ટ અને મોનિટરીંગ

  • હોમ
  • શાખાઓ અને મુખ્ય કાર્યો
  • ક્વોલીટી એજ્યુકેશન, એસેસમેન્‍ટ અને મોનિટરીંગ

ક્વોલીટી એજ્યુકેશન, એસેસમેન્‍ટ અને મોનિટરીંગ

ક્વોલીટી એજ્યુકેશન, એસેસમેન્ટ અને મોનિટરીંગ શાખા ગુણવત્તાયુક્ત શિક્ષણ (પૂર્વ-પ્રાથમિકથી ધોરણ-૧ર), મૂલ્યાંકન, સંશોધન, મોનિટરીંગ અને શિક્ષક ક્ષમતા વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ પર કામ કરે છે.

QE&M શાખાના મુખ્ય ઉદ્દેશો આ મુજબ છે;
  • શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારણા
  • પેડાગોજીની સાચી સમજણનો વિકાસ
  • ગુણવત્તાયુક્ત અધ્યયન-અધ્યાપન સામગ્રીનો વિકાસ અને વિતરણ
  • ગુણવત્તા અભિવૃધ્ધિ માટે નવીન કાર્યક્રમોનું આયોજન
  • શાળાકીય શિક્ષણ ક્ષેત્રે નવીનતમ શિક્ષણ પદ્ધતિઓ વિશે શિક્ષકોમાં જાગૃતિ લાવવી
  • અન્ય રાજ્યોમાં ચાલી રહેલ શ્રેષ્ઠ અને અગ્રણી શિક્ષણ પધ્ધતિઓનો અમલ અને પ્રસાર
  • અસરકારક વર્ગખંડ વ્યવહાર માટે જરૂરી પૂરક અધ્યયન-અધ્યાપન સામગ્રીનો વિકાસ
  • સામયિક શૈક્ષણિક મૂલ્યાંકન અને જરૂરી ઉપચારાત્મક સહાય પૂરી પાડવી
  • શાળાની કામગીરીનું અસરકારક મોનિટરીંગ અને અધ્યયન-અધ્યાપન ને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ડેટાનો ઉપયોગ
કાર્યો: નીચેનું કોષ્ટક QE&M શાખા દ્વારા થતી પ્રવૃત્તિઓની સારાંશ સમજ આપે છેઃ
ગુણવત્તાયુક્ત શિક્ષણ (પૂર્વ-પ્રાથમિકથી ધોરણ-૧ર) પ્રજ્ઞા, પૂર્વ-પ્રાથમિક સાથે સંકલન, સામયિક મૂલ્યાંકન કસોટી, મિશન વિદ્યા કે અન્ય ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ, NCERT કીટ, રીડર્સ ક્લબ અને પુસ્તકાલય, લર્નિંગ-બાય-ડૂઇંગ સેન્ટર અને STEM શિક્ષણ, રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન, વિજ્ઞાન પ્રયોગશાળા, શાળા શૈક્ષણિક વિકાસ યોજના, ટ્વીનીંગ ઓફ સ્કૂલ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, એક્સપોઝર મુલાકાતો, શૈક્ષણિક કાર્યક્રમો, વિજ્ઞાન-ગણિત સ્પર્ધાઓ, ગુણવત્તાલક્ષી શૈક્ષણિક કાર્યક્રમો, કલા ઉત્સવ, બેન્ડ કોમ્પિટિશન, અન્ય નાવિન્યપૂર્ણ કાર્યક્રમો
ગુણવત્તા મૂલ્યાંકન National Achievement Survey (NAS), Shagunotsav, ગુણોત્સવ, Shaala Siddhi જેવા શૈક્ષણિક મૂલ્યાંકન સર્વેનું આયોજન, અમલીકરણ અને એનાલીસીસ
સંશોધન, મૂલ્યાંકન અને મોનિટરીંગ સંશોધન અને મૂલ્યાંકન, અધ્યયન નિષ્પત્તિઓ અને વહીવટી પ્રવૃત્તિઓ માટે BRC / CRC મારફત શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકન, સ્કૂલ મોનિટરીંગ એપ્લીકેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ
શિક્ષક ક્ષમતા નિર્માણ ઓનલાઇન ટીચર પ્રોફેશનલ ડેવલોપમેન્ટ, સમર્થ ઓનલાઇન કાર્યક્રમ, DIKSHA, GCERT / DIETના સંકલનમાં રહી શિક્ષક ક્ષમતા નિર્માણ અને ઇન્ડક્શન તાલીમ
શાળા

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાથીઓ

6115428

5235223