એક ખૂબ જ પ્રખ્યાત કહેવત કહે છે કે "જો તમે કોઈ માણસને શિક્ષિત કરો છો, તો તમે એક વ્યક્તિને શિક્ષિત કરો છો. પરંતુ જો તમે સ્ત્રીને શિક્ષિત કરો છો, તો તમે રાષ્ટ્રને શિક્ષિત કરો છો." કન્યા શિક્ષણ એ રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી ઘટક છે.
સમગ્ર શિક્ષા સ્વીકારે છે કે કન્યા સુધી પહોંચવું એ શિક્ષણમાં લૈંગિક સમાનતાનું મુખ્ય કેન્દ્ર છે જેના પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જણાવે છે કે શિક્ષણ એ એક પરિવર્તનશીલ બળ સ્વરૂપે હોવું જોઈએ, મહિલાઓમાં આત્મવિશ્વાસ જગાવવો અને સમાજમાં તેમની સ્થિતિ સુધારવી,અસમાનતાઓને પડકારવી અને લૈંગિક સમાનતા હાંસલ કરવી એ શિક્ષણ પ્રણાલીનો સૌથી મોટો પડકાર છે. જેન્ડર અને કન્યા શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો અને નવીનતા આવી છે. જેન્ડરને લગતા પ્રયાસો મુખ્યત્વે મહિલાઓ પર કેન્દ્રિત છે. પરિણામે, અનેક કન્યાઓને સશક્ત બનાવવામાં આવી છે તેમજ જેન્ડરને લગતી સમસ્યાઓના ઉકેલ અને કન્યા શિક્ષણમાં માળખાકીય અને સામાજિક અવરોધોની સારી સમજણ વિકસાવવા માટેનો અવકાશ ઉભો કરવામાં આવ્યો છે.
કન્યાઓના નામાંકનમાં નોંધપાત્ર સુધારો થયો હોવા છતાં, એસસી, એસટી, મુસ્લિમ કન્યાઓ જેવા વંચિત સમુદાયની કન્યાઓ શાળા બહારના બાળકો પૈકીનો એક મોટો હિસ્સો બનવાનું ચાલુ રાખે છે. ડ્રોપ આઉટ તરફ દોરી જતા આર્થિક, શૈક્ષણિક અને સામાજિક પરિબળોને દૂર કરવા માટે વધુ સુસંગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં ટ્રાન્સપોર્ટેશન, એસ્કોર્ટ, કાઉન્સેલિંગ, તેમને ઘરેલુ કામના ભારણ, સમાજની સહાયક વ્યવસ્થા અને સમસ્યાની પ્રકૃતિના આધારે શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે.
શિક્ષણમાં સમાનતા અને ગુણવત્તા એકબીજા સાથે જોડાયેલા છે. કન્યાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, અધ્યયન-અધ્યાપન સામગ્રી, વર્ગખંડની જગ્યાનો ઉપયોગ, માળખાગત સુવિધા, વિદ્યાર્થીઓની પ્રગતિનું સમયાંતરે મૂલ્યાંકન અને શિક્ષક તાલીમ પર સમગ્ર શિક્ષા- ગુજરાત સતત કાર્યરત છે.
ગુજરાત રાજ્યના જેન્ડર સંલગ્ન પરિમાણો નીચે મુજબ છે:
જેન્ડર સંલગ્ન પરિમાણો | રાજ્યની સ્થિતિ |
---|---|
પ્રારંભિક (Elementary) કક્ષાએ Gender Parity Index (GPI) | 0.99 |
માધ્યમિક (Secondary) કક્ષાએ Gender Parity Index (GPI) | 0.85 |
ઉચ્ચતર માધ્યમિક (Higher Secondary) કક્ષાએ Gender Parity Index (GPI) | 0.92 |
પ્રાથમિકથી ઉચ્ચ પ્રાથમિક કક્ષામાં ટ્રાન્ઝીશનનો દર | 94.93 |
ઉચ્ચ પ્રાથમિકથી માધ્યમિક કક્ષામાં ટ્રાન્ઝીશનનો દર | 78.08 |
પ્રારંભિક (Elementary) કક્ષાએ ડ્રોપઆઉટનો દર | 5.21 |
માધ્યમિક (Secondary) કક્ષાએ ડ્રોપઆઉટનો દર | 9.45 |
ઉચ્ચતર માધ્યમિક (Higher Secondary) કક્ષાએ ડ્રોપઆઉટનો દર | 2.50 |
સમગ્ર શિક્ષા-ગુજરાતની ગર્લ્સ એજ્યુકેશન શાખાએ રાજ્યની તમામ શાળાએ જતી કન્યાઓને સમાન ગુણવત્તાયુકત શિક્ષણ પૂરું પાડવા માટે ૧૦ મુદ્દાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
સમગ્ર શિક્ષા-ગુજરાત દ્વારા કન્યાઓના સર્વાંગી વિકાસને લક્ષ્યમાં રાખીને અનેક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવી રહ્યાં છે. ગર્લ્સ એજ્યુકેશન શાખા હેઠળ હાથ ધરાયેલ પ્રવૃત્તિઓ નીચે મુજબ છે: