કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (CCC) ફોર સ્કુલ્સ
સંક્ષિપ્ત વિગત:
પાયાના સ્તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની કામગીરીના મોનિટરીંગ અને તેમાં સુધારા દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે નીચેના નાવિન્યપૂર્ણ પગલાઓનો અમલ કરવા માટે સમગ્ર શિક્ષા (SS), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા રાજ્ય કક્ષાએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (CCC) ફોર સ્કુલ્સ વિકસાવવામાં આવ્યું છે.
- ઓનલાઈન હાજરી, મૂલ્યાંકન પરિણામો, વિહીકલ ટ્રેકિંગ સિસ્ટમ વગેરે એપ્લિકેશન તેમજ CRCs/BRCsની ફિલ્ડ વિઝીટ માટેની ટૂર ડાયરીને APIથી સંકલિત કરીને એકીકૃત ડેશબોર્ડ એપ્લિકેશન
- શાળાઓ વિશેની માહિતી, રીઅલ-ટાઇમ ડેટા એકત્ર કરવા અને શાળાની ઇકો-સિસ્ટમનું મૂલ્યાંકન કરવા માટે ફિલ્ડ લેવલ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ માટે જીઓ-ફેન્સિંગ અને જિઓ-ટેગિંગ સાથે વ્યાપક શાળા મોનિટરિંગ માટેની એપ્લિકેશન. આ એપ્લિકેશન સીઆરસી/બીઆરસી દ્વારા તેમની ફિલ્ડ વિઝીટ દરમિયાન જીપીએસ એનેબલ્ડ ટેબ્લેટ્સ દ્વારા એક્સેસ કરવામાં આવી રહી છે. તેના દ્વારા સંબંધિત સ્થળે ફિલ્ડ સ્ટાફની વાસ્તવિક હાજરી ટ્રેક કરવામાં આવે છે
- કાર્યરત કેમ્પેઇન મુજબ પ્રશ્નો તૈયાર કરીને ફિલ્ડ લેવલ સ્ટાફ પાસેથી શાળાઓમાં તેમની સુનિશ્ચિત મુલાકાતો અને પાયાના સ્તરે વિવિધ કાર્યક્રમોના અમલીકરણનું મોનિટરીંગ કરી તેના આધારે માહિતી લેવામાં આવે છે. જે રીઅલ-ટાઇમ ડેટાના એકત્રિકરણ, વિશ્લેષણ અને મૂલ્યાંકનના આધારે સુધારાના ક્ષેત્રોને ઓળખીને નવીન યોજનાઓના આયોજનમાં મદદ કરે છે
- CCC દ્વારા તૈયાર થયેલ અહેવાલોનું શિક્ષણ સુધારણા અને શાળાકીય શિક્ષણ ક્ષેત્રે અસરકારક પગલાં લેવા માટે વિશ્લેષણ કરવામાં આવે છે
હેતુઓ:
- ફિલ્ડ લેવલ સ્ટાફની પ્રવૃત્તિઓ તેમજ અન્ય પ્રોજેક્ટ્સ / યોજનાઓનાં પાયના સ્તરે અમલીકરણના મોનિટરીંગ માટે રાજ્ય સ્તરે કેન્દ્રીયકૃત મોનિટરિંગ મિકેનિઝમ વિક્સાવવું
- શાળાકીય ઇકો-સિસ્ટમમાં તમામ સ્તરના ફરિયાદ નિવારણ માટે કેન્દ્રીયકૃત હેલ્પડેસ્ક ઉભું કરવું
- શાળાઓના રીઅલ-ટાઇમ પરફોર્મન્સ સૂચકાંકો પૂરું પાડતું એક સેન્ટ્રલાઇઝ્ડ ડેશબોર્ડ વિકસાવવું
પ્રોજેક્ટનો વિસ્તારઃ
પાયાના સ્તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ, વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની કામગીરીના મોનિટરીંગ અને તેમાં સુધારા દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે નીચેના નાવિન્યપૂર્ણ પગલાઓનો અમલ કરવા તેમજ રાજ્યભરના વિદ્યાર્થીઓ/ વાલીઓ/ શિક્ષકો/ સ્ટાફ વગેરે તમામની ફરિયાદો/ પ્રતિભાવ/ સૂચનો સાંભળવા.માટે સમગ્ર શિક્ષા (SS), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા રાજ્ય કક્ષાએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (CCC) ફોર સ્કુલ્સ વિકસાવવામાં આવ્યું છે.
અમલીકરણની વિગતો:
સમગ્ર શિક્ષા (SS), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા નીચેની વિગતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (CCC) ફોર સ્કુલ્સની સ્થાપના કરવામાં આવી છે:
- ઓનલાઈન હાજરી, મૂલ્યાંકન પરિણામો, વિહીકલ ટ્રેકિંગ સિસ્ટમ વગેરે માટે એપ્લિકેશન ડેવલોપમેન્ટ
- ઉપ્લબ્ધ એપ્લિકેશન અને ટૂર ડાયરી સાથે APIથી જોડાણ કરીને એકીકૃત ડેશબોર્ડ એપ્લિકેશનનો વિકાસ
- બિઝનેસ ઇન્ટેલિજન્સ (BI)નું અમલીકરણ કે જે રીઅલ-ટાઇમ ડેટા ઇન્ટિગ્રેશન અને ડેટા-એનાલિસિસ આધારિત કોલ મેનેજમેન્ટ યુટિલિટી અને રિપોર્ટિંગના એકત્રિકરણ સાથે સેન્ટ્રલાઇઝ્ડ મોનિટરિંગ ડેશબોર્ડ દ્વારા હાલમાં ઉપલબ્ધ વિવિધ એપ્લિકેશનનું વિશ્લેષણ કરે છે
- વિવિધ સ્તરે એલર્ટ મેસેજ મોકલવા માટે એકીકૃત SMS gateway તેમજ આઉટબાઉન્ડ અને ઇનબાઉન્ડ કોલિંગ સુવિધા સાથેના કોલ મેનેજમેન્ટ સોલ્યુશનની વ્યવસ્થા
- વિવિધ સ્તરેથી મળેલ ફરિયાદો / સૂચનો માટે ફરિયાદ નિવારણ પ્રણાલીનો સંસ્થાકીય પદ્ધતિ સાથે વિકાસ
- BI tool દ્વારા પૂરી પાડવામાં આવેલ ક્રિયાત્મક નિર્દેશ આપતી માહિતીના આધારે ફિલ્ડમાં કર્મચારીઓને પૂછવા માટેના પ્રશ્નો / ફોર્મ તૈયાર કરી આઉટબાઉન્ડ કોલિંગ
- કોલિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામગીરી માટે નિયુક્ત કર્મચારીઓની સઘન તાલીમ
- CCC દ્વારા પૂરી પડાતી સેવાઓ અને ક્રિયાત્મક નિર્દેશ આપતા ડેટાનું નિરીક્ષણ કરીને સુધારાત્મક પગલાં લેવા
વિશેષતાઓ અને લાભઃ
અમલી બનાવેલ સોલ્યુશનની મુખ્ય લાક્ષણિકતાઓ અને ફાયદાઓ આ મુજબ છે:
- શાળા શિક્ષણ પ્રણાલીના તમામ મુખ્ય ફિલ્ડ કક્ષાના સ્ટાફ / પ્રવૃત્તિઓના મોનિટરિંગ, ટ્રેકિંગ, પ્રતિભાવ મેળવવા અને સપોર્ટ પૂરો પાડવા માટે CCC સ્વરૂપે રાજ્ય કક્ષાનું કેન્દ્રીયકૃત મોનીટરીંગ મિકેનિઝમ
- હાલમાં ઉપલબ્ધ વિવિધ એપ્લિકેશનના રીઅલ-ટાઇમ ડેટાના એકીકૃત ઉપયોગ માટે BI-Tool સાથેનું રીઅલ-ટાઇમ ડેશબોર્ડ
- ફિલ્ડમાં તમામ સ્તરે કાર્યરત કર્મચારીઓ / અધિકારીઓમાં જવાબદારીપૂર્વકની કામગીરી અને શાળાકીય શિક્ષણના વિવિધ પ્રોજેક્ટ ઘટકો / પ્રવૃત્તિઓની રીઅલ-ટાઇમ સ્થિતિનું નિરીક્ષણ
- વિદ્યાર્થીઓ/ વાલીઓ/ શિક્ષકોની ફરિયાદો/ પ્રતિભાવ / સૂચનો અને તેમના સમયસર નિરાકરણ માટેનું પ્લેટફોર્મ
- ફિલ્ડ લેવલ સ્ટાફ/હેડ માસ્ટર/શિક્ષકો/માતાપિતા વચ્ચે ન્યૂનતમ નિષ્ફળતા દર સાથે એલર્ટ સંદેશાઓ, સૂચનાઓ અને સમાચારોની ઝડપી ડિલિવરી
- ભૌતિક અંતર / સીમાઓના પડકારોનો સામનો કરીને શાળાકીય શિક્ષણના તમામ મુખ્ય ફિલ્ડ લેવલ સ્ટાફનું મોનિટરિંગ, ટ્રેકિંગ કરવું, પ્રતિભાવ મેળવવા અને સપોર્ટ કરવો
- સંબંધિત ખાતાના વડા (HoD) દ્વારા પ્રાપ્ત થયેલ સમસ્યાઓનું ફોલોઅપ અને નિરાકરણ તેમજ સુધારાત્મક પગલાં
- શાળાકીય શિક્ષણના તમામ ફિલ્ડ કર્મચારીઓમાં જવાબદારીપૂર્વકની કામગીરી માટેના અભિગમનું નિર્માણ
- વિદ્યાર્થીઓ/ વાલીઓ/ શિક્ષકોની ફરિયાદો/ પ્રતિભાવ/ સૂચનો મેળળીને તેમના સુધી પહોંચવું
- ફિલ્ડ લેવલ સ્ટાફ માટેની દરેક પ્રવૃત્તિઓનું અનુસરણ સુનિશ્ચિત કરવું
- ફિલ્ડ લેવલ સ્ટાફ/હેડ માસ્ટર/શિક્ષકો/માતાપિતા વચ્ચે ન્યૂનતમ નિષ્ફળતા દર સાથે એલર્ટ સંદેશાઓ, સૂચનાઓ અને સમાચારોની ઝડપી ડિલિવરી
- CCC ના ટ્રેકિંગ અને મોનિટરિંગ ઉપયોગ માટે ડેશબોર્ડ
- સમગ્ર શિક્ષાની અન્ય એપ્લિકેશનના ટ્રેકિંગ અને મોનિટરિંગ ઉપયોગ માટે ડેશબોર્ડ
- સારી રીતે field-to-forum પરિણામો સુનિશ્ચિત કરવા માટે દરેક તાલીમના તાલીમાર્થીઓને સમયાંતરે ટિપ્સ
- પેડાગોજીની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને વર્ગખંડ શિક્ષણ પર સતત કાર્યક્ષમ ટીપ્સ મોકલીને શિક્ષકોને પ્રોત્સાહન, પ્રેરણા પૂરી પાડીને સહાયરૂપ થવું
- આપત્તિ અથવા વહીવટી ફરજો જેવી કે વસ્તી ગણતરી અને ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફને SMS સિસ્ટમ દ્વારા સૂચનાઓ