સમગ્ર શિક્ષા હેઠળ, શાળાઓને જરૂરી સહાય કરવા, ગુણવત્તાયુક્ત શિક્ષણમાં સુધારો કરવા અને રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓ અને પ્રોજેક્ટને અમલી બનાવવા માટે સીઆરસી કો., બીઆરસી કો., બીઆરપી વગેરે જેવા વિવિધ સ્તરે કાર્યરત ફિલ્ડ સ્ટાફ છે. તેઓ શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના મોનિટરીંગ માટે અને રાજ્ય દ્વારા વ્યાખ્યાયિત જરૂરી સહાય પૂરી પાડવા માટે મુલાકાત લે છે. શાળાની મુલાકાત દરમિયાન નિરીક્ષણ કરેલ વિગતો મેળવવા માટે રચાયેલ ફોર્મેટમાં માહિતી ભરે છે, જેની તેઓ સાપ્તાહિક ધોરણે ડિજીટલ સ્વરૂપે એન્ટ્રી કરે છે. પરંતુ તેમાં કોઈ એકીકૃત અથવા સમાન સ્વરૂપનો ડેટા નથી કે જેનું ફિલ્ડમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની સ્થિતિ તપાસવા માટે અને શાળાઓ માટે ફિલ્ડ લેવલ સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલા ડેટા અને જરૂરિયાતોનું એનાલીસીસ કરી શકાય.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને લઇ, રાજ્યએ રીઅલ-ટાઇમ ડેટા મેળવવા માટે ફિલ્ડ લેવલ સ્ટાફ (સીઆરસી/બીઆરસી/બીઆરપી વગેરે) માટે મેન્યુઅલ પેપર આધારિત નિરીક્ષણ પ્રક્રિયાને સ્થાને એક સર્વગ્રાહી વેબ અને મોબાઇલ આધારિત શાળા મોનિટરીંગ એપ્લિકેશન (SMA) વિકસાવી છે. જે સમયસર લેવાયેલ પગલાં, પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત બનાવી, પારદર્શકતા ઊભી કરીને અને ફિલ્ડ લેવલના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફમાં જવાબદારીપૂર્વકના કામગીરી વહન માટેની સુવિધા દ્વારા શાળા સંચાલન અને વ્યવસ્થાપનમાં સુધારો લાવે છે.