તે જીઓ-ટેગિંગ સુવિધા સાથેની એક મોનિટરિંગ એપ્લિકેશન છે જે જિલ્લા કક્ષાઅે કાર્યરત કો.ઓર્ડિનેટરર્સ, ક્લસ્ટર અને શાળા કક્ષાએ કાર્યરત સ્પેશ્યિલ એજ્યુકેટર (SE) દ્વારા તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓને અનુરૂપ પ્રાપ્ત કરેલા પરિણામોનું મોનિટરીંગ કરે છે. આ હેતુ માટે, દરેક સ્પેશ્યિલ એજ્યુકેટરને એક ટેબ્લેટ આપવામાં આવ્યું છે, જેના દ્વારા તેમની શાળાઓ, રીસોર્સ રૂમ અને CwSN ના ઘરની મુલાકાતોને ટૂર-ડાયરી તરીકે ઓળખાતા સમયપત્રક મુજબ ટ્રેક કરવામાં આવે છે. આ એપ, સ્પેશ્યિલ એજ્યુકેટર અને CwSN ને લગતા રીઅલ-ટાઇમ ડેટા મેળવીને મોનિટર કરે છે. એકત્રિત કરવામાં આવેલા ડેટાને આધારે રાજ્ય, જિલ્લા અને ક્લસ્ટર કક્ષાએ નિર્ણય લેવામાં સહાય માટે વિવિધ રીપોર્ટ અને ડેશબોર્ડ પૂરા પાડવામાં આવેલ છે.
વિશેષતાઓ:એપ્લિકેશનમાં નીચેની સુવિધાઓ સાથે ત્રણ મોડ્યુલ છે- 1) માહિતી 2) મોનિટરિંગ અને 3) IEP:
ક્લસ્ટર સ્તરે 2100 સ્પેશિયલ એજ્યુકેટર્સ દ્વારા ધોરણ ૧ થી ૮ના ૮૮,૦૦૦ CwSN અને ધોરણ ૯ થી ૧રના ૧૦,૦૦૦થી વધુ CwSNની પ્રગતિના મોનિટરીંગ માટે આ એપનો ઉપયોગ કરી રહ્યાં છે.