ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ એ સૈદ્ધાંતિક રીતે એક અદ્યતન મોડેલ છે જે દર્શાવે છે કે, જો શિક્ષક અને વિદ્યાર્થીની હાજરી સારી હોય, તો શિક્ષક અને વિદ્યાર્થીની હાજરી પરસ્પર મજબુત બનશે, શિક્ષક અને વિદ્યાર્થીની હાજરીનું સંકલિત નિયંત્રણ થઇ શકશે. શિક્ષકની હાજરી વધારવાનું સૌથી શક્તિશાળી પરિબળ શાળામાં બાળકોની હાજરી છે, અને બાળકની હાજરીને પ્રભાવિત કરતું સૌથી મહત્વનું પરિબળ શિક્ષકની હાજરી છે. પરિણામો સૂચવે છે કે શિક્ષકોની ગેરહાજરી ઘટાડવા માટેની નીતિ નક્કી માટેનો એક મહત્વનો માર્ગ બાળકોની હાજરી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિતતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 19 નવેમ્બર 2018 ના રોજ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત શિક્ષક પોર્ટલ (શિક્ષકો માટે) અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (વિદ્યાર્થીઓ માટે) હેઠળ ઉપલબ્ધ દરેક વ્યક્તિગત રેકોર્ડ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક હાજરી મેળવવામાં આવે છે. પોર્ટલ પર SMS આધારિત મિકેનિઝમના સંકલન દ્વારા ભૌગોલિક રીતે દુર્ગમ વિસ્તારો માટે સેમી-ઓનલાઇન એટેન્ડન્સ સિસ્ટમ પણ વિક્સાવવામાં આવી છે.